Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશની રાજધાની Delhi માં વરસાદે તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, રસ્તા બન્યા દરિયો, Video

દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આજે દિલ્હીમાં ભારે વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હીમાં 24 કલાકના ગાળામાં 126.1 મીમી વરસાદ નોંધાયો છે, જે છેલ્લા એક દાયકામાં એક દિવસમાં સૌથી વધુ...
દેશની રાજધાની delhi માં વરસાદે તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ  રસ્તા બન્યા દરિયો  video

દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આજે દિલ્હીમાં ભારે વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હીમાં 24 કલાકના ગાળામાં 126.1 મીમી વરસાદ નોંધાયો છે, જે છેલ્લા એક દાયકામાં એક દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા 21 જુલાઈ 2013ના રોજ દિલ્હીમાં 123.4 મીમી વરસાદ પડ્યો હતો. અને વર્ષ 2022માં 1 જુલાઈએ દિલ્હીમાં 117 મીમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક જગ્યાએ રસ્તાઓએ દરિયાનું સ્વરૂપ લઇ લીધું છે.

Advertisement

વરસાદના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

દેશભરમાં ચોમાસું બેસી ગયું છે. દિલ્હીમાં ચોમાસાના પ્રથમ વરસાદથી જ પાણી ભરાઈ ગયું છે. રસ્તાઓ પર પાણીનો ભરાવો, રસ્તાઓ પર વાહનો સરકતા અને કેટલાય કિલોમીટર સુધી લાંબો જામ જોવા મળ્યો હતો. વરસાદને કારણે દેશની રાજધાનીમાં જ નુકસાન નથી થયું. શહેરમાં વરસાદને કારણે 15 મકાનો પણ ધરાશાયી થયા હતા, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

Advertisement

દિલ્હી ફાયર સર્વિસે આ ઘટનાની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારથી દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. શનિવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. વળી, હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હીમાં બે-ત્રણ દિવસ સુધી ચોમાસાનો વરસાદ ચાલુ રહેશે.

Advertisement

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

રાજધાનીમાં 24 કલાકના ગાળામાં 126.1 મીમી વરસાદ નોંધાયો છે, જે છેલ્લા એક દાયકામાં એક દિવસમાં સૌથી વધુ છે. આ વરસાદને કારણે જ્યાં દિલ્હીમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ, વૃક્ષો પડવા, ખાડાઓ પડવા અને દીવાલ ધરાશાયી થવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી તરફ તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે પહેલા જ શનિવારે વરસાદની સંભાવના દર્શાવતા યલો એલર્ટ જાહેર કર્યું હતું. પરંતુ સવારથી શરૂ થયેલો વરસાદ દિવસભર બંધ થયો ન હતો. જેના કારણે બપોર બાદ જ્યાં હવામાન વિભાગે એલર્ટને યલોમાંથી બદલીને ઓરેન્જ કરી દીધું હતું. ત્યાં સાંજે હવામાન વિભાગે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

દિલ્હીના રસ્તાઓની હાલત થઇ ખરાબ

દિલ્હીમાં વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું પરંતુ દિલ્હીના રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. પાણી ભરાવાને કારણે લાખો લોકો જામમાં અટવાયા હતા. વિવિધ વિભાગોને એક ડઝનથી વધુ જગ્યાએ વૃક્ષો પડવાની અને ખાડા પડવાની ફરિયાદો મળી હતી. બીજી તરફ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં 8 થી 10 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુરમાં પણ આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાનો છે.

આ પણ વાંચો - Amarnath Yatra 2023: બે દિવસમાં છ શ્રદ્ધાળુઓના મોત, મૃત્યુઆંક વધીને નવ થયો, 25 ઘાયલ

આ પણ વાંચો - Maharashtra Political Crisis : નીતિન ગડકરીએ મહારાષ્ટ્રની સ્થિતિ પર કહ્યું કે, મંત્રી બનવાની આશા રાખવાવાળા દુ:ખી, ભીડ વધી ગઈ છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.