ભારત હવે ચંદ્ર પર છે : ISROના વડા એસ.સોમનાથ
ભારતના ચંદ્રયાને (Chandrayaan-3) ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો છે. બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણી ભાગ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ અવસર પર દેશ અને દુનિયા તરફથી ભારતને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. આવી...
Advertisement
ભારતના ચંદ્રયાને (Chandrayaan-3) ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો છે. બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણી ભાગ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ અવસર પર દેશ અને દુનિયા તરફથી ભારતને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આ સફળતા પર ઈસરોના ચીફ એસ સોમનાથનું નિવેદન પણ સામે આવ્યું છે.
ભારત હવે ચંદ્ર પર છે
ISROના વડાએ પણ ચંદ્રની દક્ષિણ બાજુએ સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી. એસ.સોમનાથે સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત હવે ચંદ્ર પર છે.
#WATCH | "India is on the Moon": ISRO chief S Somanath as Chandrayaan 3 lander module Vikram makes safe and soft landing on the Moon pic.twitter.com/5xEKg0Lrlu
— ANI (@ANI) August 23, 2023
Advertisement


