Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NAFED : બે મોટી સહકારી સંસ્થામાં સત્તાનું સુકાન ગુજરાતીના હાથમાં..!

NAFED : દેશની એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ‘નાફેડ’ (NAFED) ના ચેરમેન તરીકે ફરી એક વાર ગુજરાતીની બિનહરીફ વરણી કરાઇ છે. જેઠાભાઇ ભરવાડ નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા આજે મળેલી નાફેડની બેઠકમાં જેઠાભાઇ...
nafed   બે મોટી સહકારી સંસ્થામાં સત્તાનું સુકાન ગુજરાતીના હાથમાં
Advertisement

NAFED : દેશની એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ‘નાફેડ’ (NAFED) ના ચેરમેન તરીકે ફરી એક વાર ગુજરાતીની બિનહરીફ વરણી કરાઇ છે.

જેઠાભાઇ ભરવાડ નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

આજે મળેલી નાફેડની બેઠકમાં જેઠાભાઇ ભરવાડ નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. હવે દેશની બે મોટી સહકારી સંસ્થામાં સત્તાનું સુકાન ગુજરાતીઓના હાથમાં છે

Advertisement

ઇફ્કોની ચૂંટણીમાં દિલીપ સંઘાણી ચેરમેન તરીકે ચૂંટાયા હતા

અગાઉ ઇફ્કોની ચૂંટણીમાં દિલીપ સંઘાણી ચેરમેન તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ નાફેડની ચૂંટણી યોજાઇ હતી. મોહન કુંડારિયા નાફેડના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી ઇફ્કો અને નાફેડની ચૂંટણી ચર્ચામાં રહી હતી.

Advertisement

વાઇસ ચેરમેનની પણ સર્વાનુમતે વરણી

આજે દિલ્હીમાં મળેલી નાફેડની બેઠકમાં જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેમની સાથે વાઇસ ચેરમેન કર્ણાટકના સિદ્દપાની પણ સર્વાનુમતે વરણી કરાઇ છે.

કોણ છે જેઠાભાઇ ભરવાડ

જેઠાભાઇ ભરવાડ 1998થી 2022 સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા છે અને પંચમહાલ જિલ્લાના કદાવર રાજકીય નેતા તરીકે તેમની ગણના થાય છે. તેઓ સતત 6 ટર્મથી શહેરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સહકારી ક્ષેત્રમાં જેઠાભાઇ ભરવાડનું નામ અગ્રેસર છે. 72 વર્ષના જેઠાભાઇનો સહકારી ક્ષેત્રમાં દબદબો છે.

આ પણ વાંચો----- Farmer : 7 વર્ષમાં 150 કરોડનું નકલી બિયારણ ઝડપાયું

આ પણ વાંચો---- Fake Seeds: શંકાસ્પદ બિયારણના તાર છેક ઈડર સુધી! કાર્યવાહી થતાં અન્ય વિક્રેતાઓ ભયભીત

આ પણ વાંચો---- Duplicate Seeds : ઉપલેટામાંથી ઝડપાયું નકલી બિયારણ..!

આ પણ વાંચો---- Weather Update in Gujarat: રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત, 6 શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું

આ પણ વાંચો---- Ahmedabad:AMC એ લીધો યુ ટર્ન, રેડમાંથી કર્યુ ઓરેન્જ એલર્ટ

Tags :
Advertisement

.

×