Bharat Ratna: પોતાના નિવાસ સ્થાને લાલકૃષ્ણ અડવાણીનું ભારત રત્નથી સન્માન, PM Modi પણ રહ્યાં હાજર
Bharat Ratna: ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું આજે ભારત રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ ત્યાં હાજર હતા.
પૂર્વ નાયબ વડાપ્રધાનનું ભારત રત્નથી સન્માન
તમને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા નેતામાં જેમની ગણના થાય છે એવા લાલકૃષ્ણ અડવાણીને પાર્ટીને અસ્પષ્ટતામાંથી સત્તાના શિખરે લઈ જવાનો શ્રેય આપવામાં આવે છે. નોંધનીય છે કે, 1990ના દાયકામાં તેમની રથયાત્રા બાદ જ રાષ્ટ્રીય રાજકારણમાં ભાજપનો ઉદય થયો હતો.આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 3 ફેબ્રુઆરી, 2024ના રોજ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.
લાલકૃષ્ણ અડવાણી સૌથી લાંબો સમય સુધી પાર્ટી અધ્યક્ષ રહ્યાં
નોંધનીય છે કે, લાલકૃષ્ણ અડવાણી 1980માં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના બાદ સૌથી લાંબો સમય સુધી પાર્ટી અધ્યક્ષ રહ્યાં હતાં.પોતાની લગભગ ત્રણ દાયકા સુધીની સંસદીય કારકિર્દી દરમિયાન લાલ કૃષ્ણ અડવાણી અટલ બિહારી વાજપેયી સરકાર (1999-2004)ની કેબિનેટમાં પહેલા ગૃહ પ્રધાન અને પછી નાયબ વડાપ્રધાન પણ હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો રામ મંદિર માટે પણ તેમનો સિંહ ફાળો રહેલો છે. એટલું નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્ર કક્ષાએ મજબૂત કરવા માટે પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.
Delhi: પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે.અડવાણીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ભારત રત્ન | Gujarat First@narendramodi @LKAdvaniBJP_ @rashtrapatibhvn #delhi #lkadvani #bharatratnaaward #bharatratna #pmmodi #rashtrapatibhavan #draupadimurmu #gujaratfirst pic.twitter.com/jVfKKNvEPG
— Gujarat First (@GujaratFirst) March 31, 2024
2024માં પાંચ વિભૂતિઓનું ભારત રત્નથી સન્માન
ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સહિત અન્ય ચાર વ્યક્તિત્વો ભૂતપૂર્વ PM ચૌધરી ચરણ સિંહ (Chaudhary Charan Singh), નરસિમ્હા રાવ (P.V. Narasimha Rao), ભૂતપૂર્વ CM કર્પુરી ઠાકુરKarpuri Thakurઅને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથન (M.S. Swaminathan )ને મરણોત્તર ભારત રત્ન (Bharat Ratna) એનાયત કરવામાં આવ્યો છે. સન્માનિતોના પરિવારજનોને મેડલ અને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યાં છે.