Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિદ્ધુ મુસેવાલાના ઘરમાં ગુંજી કિલકારીઓ, લોકોએ કહ્યું- મુસેવાલાનો થયો બીજો જન્મ

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) ની હત્યાના લગભગ બે વર્ષ બાદ તેના માતા-પિતાને પુત્રનો જન્મ થયો છે. સિદ્ધુના પિતા બલકૌર સિંહની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તેઓ પોતાના નવજાત પુત્રને ખોળામાં પકડીને બેઠા છે....
સિદ્ધુ મુસેવાલાના ઘરમાં ગુંજી કિલકારીઓ  લોકોએ કહ્યું  મુસેવાલાનો થયો બીજો જન્મ
Advertisement

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) ની હત્યાના લગભગ બે વર્ષ બાદ તેના માતા-પિતાને પુત્રનો જન્મ થયો છે. સિદ્ધુના પિતા બલકૌર સિંહની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તેઓ પોતાના નવજાત પુત્રને ખોળામાં પકડીને બેઠા છે. સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) ના મૃત્યુ બાદ બલકૌર સિંહ અને તેમની પત્ની ચરણ કૌર બીજી વખત માતા-પિતા બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 58 વર્ષીય ચરણ કૌરે ચંદીગઢની એક ખાનગી હોસ્પિટલમાં તેમના બીજા પુત્રને જન્મ આપ્યો છે.

મુસેવાલાનો બીજા જન્મ...

સોશિયલ મીડિયા પર માતા-પિતાને ખૂબ અભિનંદન મળી રહ્યા છે, જ્યારે દિવંગત પંજાબી ગાયકના ચાહકો નવજાત શિશુને સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) નો બીજો જન્મ કહીને ઉજવણી કરી રહ્યા છે. તેના પિતા સરદાર બલકૌર સિદ્ધુએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બાળકની પ્રથમ તસવીર શેર કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું, "શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદ સાથે, ભગવાને શુભના નાના ભાઈને અમારા હિસ્સામાં આપ્યો છે. વાહેગુરુના આશીર્વાદથી, પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભચિંતકોના અપાર પ્રેમ માટે આભારી છે." જણાવી દઇએ કે, મુસેવાલા તેના માતા-પિતા (58 વર્ષીય માતા ચરણ કૌર અને 60 વર્ષીય બલકૌર સિંહ)ના એકમાત્ર સંતાન હતા.

Advertisement

Advertisement

IVF દ્વારા માતા-પિતા બન્યા

સૂત્રોનું કહેવું છે કે તેના માતા-પિતાએ IVF ટેકનિક પસંદ કરી હતી. ગયા વર્ષે તે આ પ્રક્રિયા માટે વિદેશ ગયા હતા. પરિવારે તે સમયે તેમના નજીકના લોકોને વિનંતી કરી હતી કે જ્યાં સુધી પ્રક્રિયા સફળ ન થાય ત્યાં સુધી આ સમાચાર સાર્વજનિક ન કરવામાં આવે. કોંગ્રેસની ટિકિટ પર માનસાથી 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અસફળ લડનારા સિદ્ધુ મુસેવાલાની તે જ વર્ષે 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના સંબંધમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સહિત 31 લોકોના નામ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં 25ની ધરપકડ કરવામાં આવી છે.

લેજેન્ડ્સ ક્યારેય મરતા નથી

સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે નવજાત બાળક સાથે શેર કરેલી તસવીરમાં સિદ્ધુ મુસેવાલાની તસવીર પણ છે. સિદ્ધુની તસ્વીર પર લખેલું છે- લેજેન્ડ્સ ક્યારેય મરતા નથી. આ સાથે બલકૌર સિંહની સામે એક કેક પણ મૂકવામાં આવી છે, જેના પર હેપ્પી બર્થ ડે સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે. આ તસવીરથી સ્પષ્ટ છે કે બલકૌર સિંહ માટે તેમનો પુત્ર ફરી પાછો ફર્યો છે અને તે સિદ્ધુનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

આ પણ વાંચો - સિદ્ધુ મૂસેવાલાના પિતાને મારી નાખવાની મળી ધમકી, પાકિસ્તાનમાંથી કરી પોસ્ટ

આ પણ વાંચો - સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓ સાથે પોલીસની અથડામણ, 2 આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

Tags :
Advertisement

.

×