Download Apps
Home » સિદ્ધુ મુસેવાલાના ઘરમાં ગુંજી કિલકારીઓ, લોકોએ કહ્યું- મુસેવાલાનો થયો બીજો જન્મ

સિદ્ધુ મુસેવાલાના ઘરમાં ગુંજી કિલકારીઓ, લોકોએ કહ્યું- મુસેવાલાનો થયો બીજો જન્મ

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) ની હત્યાના લગભગ બે વર્ષ બાદ તેના માતા-પિતાને પુત્રનો જન્મ થયો છે. સિદ્ધુના પિતા બલકૌર સિંહની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તેઓ પોતાના નવજાત પુત્રને ખોળામાં પકડીને બેઠા છે. સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) ના મૃત્યુ બાદ બલકૌર સિંહ અને તેમની પત્ની ચરણ કૌર બીજી વખત માતા-પિતા બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 58 વર્ષીય ચરણ કૌરે ચંદીગઢની એક ખાનગી હોસ્પિટલમાં તેમના બીજા પુત્રને જન્મ આપ્યો છે.

મુસેવાલાનો બીજા જન્મ…

સોશિયલ મીડિયા પર માતા-પિતાને ખૂબ અભિનંદન મળી રહ્યા છે, જ્યારે દિવંગત પંજાબી ગાયકના ચાહકો નવજાત શિશુને સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) નો બીજો જન્મ કહીને ઉજવણી કરી રહ્યા છે. તેના પિતા સરદાર બલકૌર સિદ્ધુએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બાળકની પ્રથમ તસવીર શેર કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું, “શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદ સાથે, ભગવાને શુભના નાના ભાઈને અમારા હિસ્સામાં આપ્યો છે. વાહેગુરુના આશીર્વાદથી, પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભચિંતકોના અપાર પ્રેમ માટે આભારી છે.” જણાવી દઇએ કે, મુસેવાલા તેના માતા-પિતા (58 વર્ષીય માતા ચરણ કૌર અને 60 વર્ષીય બલકૌર સિંહ)ના એકમાત્ર સંતાન હતા.

 

View this post on Instagram

 

A post shared by Balkaur Singh (@sardarbalkaursidhu)

IVF દ્વારા માતા-પિતા બન્યા

સૂત્રોનું કહેવું છે કે તેના માતા-પિતાએ IVF ટેકનિક પસંદ કરી હતી. ગયા વર્ષે તે આ પ્રક્રિયા માટે વિદેશ ગયા હતા. પરિવારે તે સમયે તેમના નજીકના લોકોને વિનંતી કરી હતી કે જ્યાં સુધી પ્રક્રિયા સફળ ન થાય ત્યાં સુધી આ સમાચાર સાર્વજનિક ન કરવામાં આવે. કોંગ્રેસની ટિકિટ પર માનસાથી 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અસફળ લડનારા સિદ્ધુ મુસેવાલાની તે જ વર્ષે 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના સંબંધમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સહિત 31 લોકોના નામ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં 25ની ધરપકડ કરવામાં આવી છે.

લેજેન્ડ્સ ક્યારેય મરતા નથી

સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે નવજાત બાળક સાથે શેર કરેલી તસવીરમાં સિદ્ધુ મુસેવાલાની તસવીર પણ છે. સિદ્ધુની તસ્વીર પર લખેલું છે- લેજેન્ડ્સ ક્યારેય મરતા નથી. આ સાથે બલકૌર સિંહની સામે એક કેક પણ મૂકવામાં આવી છે, જેના પર હેપ્પી બર્થ ડે સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે. આ તસવીરથી સ્પષ્ટ છે કે બલકૌર સિંહ માટે તેમનો પુત્ર ફરી પાછો ફર્યો છે અને તે સિદ્ધુનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

આ પણ વાંચો – સિદ્ધુ મૂસેવાલાના પિતાને મારી નાખવાની મળી ધમકી, પાકિસ્તાનમાંથી કરી પોસ્ટ

આ પણ વાંચો – સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓ સાથે પોલીસની અથડામણ, 2 આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા