કર્ણાટકના નવા મુખ્યમંત્રીના નામ પર હજુ સસ્પેન્સ યથાવત છે. રાત્રે 8 વાગ્યે મળેલી ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી પણ તેવું થયું નહી. કોંગ્રેસ ધારાસભ્ય દળે રવિવારે સર્વસંમ્મતિથી એક સંક્ષિપ્ત પ્રસ્તાવ પસાર કર્યો. જેમાં કહેવામાં આવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે જ કર્ણાટકમાં ધારાસભ્ય દળના નેતા નક્કી કરશે.
AICC અધ્યક્ષ કરશે નિર્ણય
કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બાદ એક લાઈનના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, કોંગ્રેસ ધારાસભ્ય દળ સર્વસમ્મતિથી તે નક્કી કરે છે કે AICC અધ્યક્ષને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા નિયુક્ત કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. જોકે આ વચ્ચે તે પણ ચર્ચા છે કે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર કાલે દિલ્હી જઈ શકે છે. કોંગ્રેસે સુશીલ કુમાર શિંદે, દીપક બાવરિય અને જીતેન્દ્રસિંહને કર્ણાટકના સુપર્વાઈઝર બનાવ્યા છે.
ધારાસભ્યોના મત લેવાશે
કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક શરૂ થતાં પહેલા સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર અને રણદીપ સુરજેવાલાએ અલગથી બેઠક કરી હતી. સુરજેવાલાએ બેઠકમાં કહ્યું પણ કે, ખડગેએ સુપર્વાઈઝરોને દરેક ધારાસભ્યનો મત લેવાનો નિર્દેશ આપ્યો છે. ધારાસભ્યોના મત લેવાની પ્રક્રિયા આજે રાતે જ પુરી કરી લેવામાં આવશે. ધારાસભ્યોના મત પાર્ટી અધ્યક્ષને સોંપી દેવામાં આવશે અને બાદમાં અધ્યક્ષ નિર્ણય કરશે.
CM ની રેસમાં સિદ્ધારમૈયા vs શિવકુમાર
કર્ણાટકમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ સિદ્ધારમૈયાના ઘર બહાર તેમના સમર્થકોએ અનેક પોસ્ટરો લગાવ્યા. આ પોસ્ટર્સમાં સિદ્ધારમૈયાને કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બતાવવામાં આવ્યા જ્યારે ડીકે શિવકુમારના ઘર બહાર પર આ રીતના પોસ્ટરો લગાવવામાં આવ્યા જેમાં તેમને રાજ્યના આગામી મુખ્યમંત્રી ગણાવી જન્મદિવસની શુભકામનાઓ આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે 15મી મેના રોજ ડીકે શિવકુમારનો જન્મદિવસ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 224 સીટોમાંથી 136 સીટો પર જીત નોંધાવી છે કોંગ્રેસ પાર્ટીને 43% વોટ શેર મળ્યો છે.
આ પણ વાંચો : CBI ના નવા ડાયરેક્ટર પ્રવિણ સૂદ અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર વચ્ચે છે “બારમો ચંદ્રમા”!