Download Apps
Home » કોંગ્રેસ નેતાઓએ જ્યારે-જ્યારે PM ને ગાળો આપી છે ત્યારે તેમની લોકપ્રિયતા વધી છે

કોંગ્રેસ નેતાઓએ જ્યારે-જ્યારે PM ને ગાળો આપી છે ત્યારે તેમની લોકપ્રિયતા વધી છે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- મોદી એક ઝેરીલા સાપ જેવા છે. તમે તેને ઝેર માનો કે ન માનો, પણ તેનો સ્વાદ ચાખશો તો મરી જશો. તમે વિચારતા હશો કે શું આ ખરેખર ઝેર છે? મોદી એક સારા વ્યક્તિ છે, અમે જોઈશું કે તેમણે શું આપ્યું છે. જલદી તમે તેને ચાટશો, તમે સંપૂર્ણ રીતે સૂઈ જશો. ભાજપે તેમના નિવેદનની નિંદા કરી છે.

જો કે, થોડા સમય બાદ આ નિવેદન પર વિવાદ થયો હતો, તેમનો ખુલાસો પણ આવ્યો હતો. તેમણે કહ્યું- મેં તેમના (પીએમ મોદી) વિશે આવું નથી કહ્યું. હું અંગત નિવેદનો કરતો નથી. મારો કહેવાનો અર્થ એ છે કે તેમની વિચારધારા સાપ જેવી છે, જો તમે ચાટવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે.

તો વળી કોંગ્રેસના નિવેદન પર ભાજપના આઈટી હેડ અમિત માલવિયાએ ખડગેના નિવેદનનો વીડિયો શેર કરતા કહ્યું કે, કોંગ્રેસની હતાશા દેખાઈ રહી છે. હવે, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું કહેવું છે કે, વડાપ્રધાન મોદી ઝેરીલા સાંપ છે. સોનિયા ગાંધીના મોતના સૌદાગરના નિવેદનથી જે વાત શરૂ થઈ હતી તે હજી શરૂ છે. કોંગ્રેસ સતત નીચલી કક્ષાએ જઈ રહી છે. કોંગ્રેસની આ હતાશા બતાવે છે કે તે કર્ણાટકમાં હવે નબળી બની રહી છે.

વડાપ્રધાનને અપશબ્દો કહેવાનો સિલસિલો નવો નથી

જ્યારે જ્યારે કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન મોદીને અપશબ્દો કહ્યાં છે ત્યારે ત્યારે વડાપ્રધાનની લોકપ્રિયતા વધી છે. કોંગ્રેસ નેતાઓના ભૂતકાળના અનેક નિવેદનો તેના સાક્ષી છે. અગાઉની અનેક ઘટનાઓ બાદ પણ કોંગ્રેસ તેમાંથી બોધપાઠ નથી લઈ રહ્યું.

રાવણ સાથે તુલના
28 નવેમ્બર 2022ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે PM મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી. એક ચૂંટણી રેલી દરમિયાન ખડગેએ વડાપ્રધાન મોદીના ચહેરા પર મત માંગવા બદલ કટાક્ષ કર્યો અને પૂછ્યું, “શું તમારી પાસે રાવણ જેવા 100 માથા છે?” તેમણે કહ્યું કે તેઓ દરેક ચૂંટણીમાં પોતાનો ચહેરો બતાવવા આવે છે. શું તમારી પાસે રાવણ જેવા સો ચહેરા છે?

હિટલર સાથે તુલના
16 નવેમ્બર, 2016ના રોજ કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ નોટબંધીનો વિરોધ કરવા માટે PM નરેન્દ્ર મોદીની તુલના વિશ્વના સરમુખત્યાર ગદ્દાફી, મુસોલિની અને હિટલર સાથે કરી હતી. પ્રમોદ તિવારીએ કહ્યું કે દુનિયાના કોઈ વિકસિત દેશે આજ સુધી આવો નિર્ણય લીધો નથી, જેમણે આવું કર્યું તેમાં ગદ્દાફી, મુસોલિની અને હિટલરનો સમાવેશ થાય છે, ચોથું નામ નરેન્દ્ર મોદી છે.

સોનિયાએ મોદીને મોતના સોદાગર ગણાવ્યા
2007ના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ PM નરેન્દ્ર મોદીને મોતના વેપારી કહ્યા હતા. જે બાદ ભારે ઉહાપોહ થયો હતો અને કોંગ્રેસને નુંકસાન વેઠવું પડ્યું હતું.

મણિશંકર અય્યરે પીએમ મોદીને ‘નીચ આદમી’ કહ્યા
07 ડિસેમ્બર 2017ના રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદી પર નિવેદન આપતા કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ માણસ ખૂબ જ નીચા પ્રકારનો છે, તેનામાં કોઈ સભ્યતા નથી અને આવા પ્રસંગે આ પ્રકારનો ગંદા રાજકારણની શું જરૂર છે? જોકે, બાદમાં અય્યરે આ નિવેદન બદલ માફી માંગી હતી.

ઔરંગઝેબ સાથે તુલના
26 જૂન, 2018ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, દિલ્હી સલ્તનતના ઔરંગઝેબ કરતાં પણ વધુ ક્રૂર સરમુખત્યાર નરેન્દ્ર મોદીએ સમગ્ર લોકશાહીને બંધક બનાવી છે. ઔરંગઝેબે માત્ર તેમના પિતાને બંધક બનાવ્યા હતા, પરંતુ આજના ઔરંગઝેબે પાર્ટી સહિત સમગ્ર લોકતંત્રને બંધક બનાવી લીધું છે.

ચોકીદાર ચોર છે
20 સપ્ટેમ્બર, 2018 ના રોજ, કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જાહેર રેલીમાં કહ્યું કે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન છે. અમે તેને માન આપીએ છીએ. તેઓ અમારો દુરુપયોગ કરી શકે છે, પરંતુ અમે અને અમારા લોકો તે કરી શકતા નથી. 20 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીએ રાજસ્થાનના ડુંગરપુરમાં કહ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારે દેશના વડાપ્રધાન નથી બનવું, મારે દેશનો ચોકીદાર બનવું છે… પરંતુ આજે દેશના હૃદયમાં, રાજસ્થાનના લોકોના હૃદયમાં. એક નવો અવાજ ઉઠી રહ્યો છે… ગલી-ગલી મેં શોર હૈ, હિંદુસ્તાન કા ચોકીદાર ચોર હૈ.’ તેમના આ નિવેદન બાદ ભારે ઉહાપોહ થયો હતો.

મોદીની સરખામણી જનરલ ડાયર સાથે
18 ડિસેમ્બર, 2019ના રોજ કોંગ્રેસના નેતા અને સાંસદના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે PM નરેન્દ્ર મોદીની સરખામણી જનરલ ડાયર સાથે કરી હતી. વડાપ્રધાન મોદીનું અપમાન કરતાં દિગ્વિજય સિંહે કહ્યું કે, દેશના મુસ્લિમોને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ નથી. આ લોકો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર દેશ પર રાજ કરવા માગે છે.

કોંગ્રેસના આ નેતાઓએ વડાપ્રધાન મોદી માટે ઉચ્ચાર્યાં છે અપશબ્દો…

તારીખ કોંગ્રેસ નેતા અપશબ્દ
27/04/2023 મલ્લિકાર્જૂન ખડગે ઝેરીલા સાપ સાથે તુલના
24-03-2023 શ્રીનિવાસ બીવી હિટલર સાથે તુલના
11/03/2023 જયરામ રમેશ હિટલર-સ્ટાલિન સાથે તુલના
20/02/2023 પવન ખેડા પીએમ મોદીના પીતાનું અપમાન
08/01/2023 મલ્લિકાર્જૂન ખડગે તાનાશાહ સાથે તુલના
19-12-2022 મલ્લિકાર્જૂન ખડગે ઉંદર સાથે તુલના
02/12/2022 વી.એસ.ઉગ્રપા આધુનિક ભસ્માસુર
28/12/2022 મલ્લિકાર્જૂન ખડગે રાવણ સાથે તુલના
17/11/2022 દિગ્વિજયસિંહ રાવણ ગણાવ્યા
12/11/2022 મધુસુદન મિસ્ત્રી ઔકાદ બતાવી દેશું
12/07/2022 આલ્કા લાંબા નાલાયક
20/06/2022 સુબોધકાંતા સહાય હિટલરની મોતે મરશે
13/06/2022 શૈખ હુસૈન મોદીને કુતરાની મોત મારીશું
04/02/2022 અજય રાય મોદીને જમીનમાં દાટી દેશું
16/01/2022 નાના પટૌલે મોદીને મારી શકું છું
14/12/2021 ઉમંગ સિંધાર રાક્ષસ સાથે સરખામણી
18//10/2021 કર્ણાટક કોંગ્રેસ અંગુઠા છાપ
22/12/2020 રણદિપ સુરજેવાલા સૌથી ક્રુર PM
17/09/2020 રણદિપ સુરજેવાલા વાંદરા સાથે સરખામણી
26/08/2020 ગૌરવ પાંધી આસારામ,  ગુરુમીત રામરહિમ સાથે તુલના
08/07/2020 ગૌરવ વલ્લભ રંગા-બિલ્લા
15/04/2020 નંદકુમાર બઘેલ દુષ્ટ કહ્યાં
13/02/2020 પી.એલ.પુનિયા ગોડસે સાથે સરખામણી
16/01/2020 અધિર રંજન ચૌધરી દેશનો બાપ નથી
14/01/2020 મણિશંકર અય્યર કાતિલ
09/01/2020 કમલનાથ બાપ-દાદા સ્વાતંત્ર્ય સેનાની નથી
07/01/2020 તરૂણ ગોગોઈ હિંદુ જીણા
18/12/2019 દિગ્વિજયસિંહ જનરલ ડાયર
17/11/2019 સુબોધકાંત સહાય મદારી
15/10/2019 રાહુલ ગાંધી ભોંપુ, ખીસ્સા કાતરું
24/07/2019 અધિર રંજન ચૌધરી ઘોડા
24/06/2019 અધિર રંજન ચૌધરી ગંદી નાલી
10/05/2019 નવજોતસિંહ સિદ્ધૂ કાળો અંંગ્રેજ
09/05/2019 પ્રિયંકા ગાંધી વાડ્રા કાયર
09/05/2019 અશોક તંવર રાવણ
07/05/2019 પ્રિયંકા ગાંધી વાડ્રા દુર્યોધન
07/05/2019 સંજય નિરૂપમ ઔરંગઝેબ
06/05/2019 નવજોતસિંહ સિદ્ધૂ દર્શનિય ઘોડા
05/05/2019 દિનદયાલ બૈરવા હિંદુ આતંકવાદી
09/04/2019 અર્જૂન મોઢવાડિયા ગધેડો
18/03/2019 બી. નારાયણ રાવ નામર્દ
16/03/2019 પવન ખેડા મસુદ, ઔસામા, દાઉદ, ISI
09/03/2019 વિજયા શાંતિ આતંકવાદી
25/01/2019 રાશિદ અલ્વી નાકારો પુત્ર
10/01/2019 સુશિલ કુમાર શિંદે તાનાશાહ, હિટલર
26/12/2018 શ્યામસુંદરસિંહ ધીરજ યોર, નટવરલાલ
07/12/2018 રણદિપ સુરજેવાલા મહમ્મદ બિન તુઘલક
03/12/2018 મહેન્દ્રજીત માલવિય મોદીની માતાને અપશબ્દ
26/11/2018 ઈરફાન અંસારી સાલા મોદી
25/11/2018 વિલાસરાવ મુત્તેમવાર મોદી કા બાપ કૌન હૈ
25/11/2018 જીજ્ઞેશ મેવાણી મોદી નાલાયક બેટા
22/11/2018 રાજ બબ્બર ડોલર મોદીના માં જીતના ગીરા
09/11/2018 સંજય નિરૂપમ મોદીથી ખરાબ કંઈ છે જ નહી
04/11/2018 મલ્લિકાર્જૂન ખડગે મોદી હિટલર
25/10/2018 જીજ્ઞેશ મેવાણી નમક હરામ
20/09/2018 રાહુલ ગાંધી હિંદુસ્તાન કા ચૌકીદાર ચોર
12/09/2018 સંજય નિરૂપમ અભણ, ગવાર
26/06/2018 રણદિપ સુરજેવાલા ઔરંગઝેબથી પણ ક્રુર તાનાશાહ
19/12/2018 અલ્પેશ ઠાકોર (તત્કાલિન કોંગ્રેસ નેતા) સાલા મોદી
04/02/2018 દિવ્યા સ્પંદના નશેડી
19/12/2017 જીજ્ઞેશ મેવાણી માનસિક વૃદ્ધ
13/12/2017 સંજય નિરૂપમ નકામો
09/12/2017 સલમાન નિઝામી પિતા કૌણ? દાદા કોણ?
07/12/2017 મણિશંકર અય્યર નીચ આદમી
27/11/2017 આનંદ શર્મા માનસિક બિમાર
21/11/2017 યુથ કોંગ્રેસ મેગેઝિન વિવાદિત ટ્વીટ
17/09/2017 મનિષ તિવારી અશ્વિસ શબ્દો
08/09/2017 દિગ્વિજયસિંહ અપમાનજનક ટ્વીટ
16/09/2016 પ્રમોદ તિવારી ગદ્દાફી, મુસોલિની, હિટલર
06/10/2016 રાહુલ ગાંધી જવાનોના લોહીનો દલાલ
16/05/2016 રાશિદ અલ્વી મોસ્ટ સ્ટૂપિડ પીએમ
28/03/2014 ઈમરાન મસૂદ મોદીના ટુકડાં-ટુકડાં કરી નાખીશું
01/02/2014 સોનિયા ગાંધી ઝેર ઓકતો
2007 સોનિયા ગાંધી મોતના સૌદાગર
03/03/2013 મણિશંકર અય્યર સાંપ, વિંછી અને ખરાબ માણસ
13/06/2012 દિગ્વિજયસિંહ રાવણ
નવેમ્બર 2012 મણિશંકર અય્યર લોહી પુરૂષ, અસત્યનો સૌદાગર
નવેમ્બર 2012 સોમાજી પટેલ ઘાંચી
ઓક્ટોબર-2012 અર્જૂન મોઢવાડિયા વાંદરો, રેબિઝથી પિડીત
2012 હુસૈન દલવાઈ ઉંંદર
માર્ચ-2012 મનીષ તિવારી દાઉદ ઈબ્રાહિમ
નવેમ્બર-2012 અર્જૂન મોઢવાડિયા નિષ્ફળ પતિ
2009 રિઝવાન ઉસ્માની નાલાયાક દિકરો
07/06/2013 શાંતારામ નાઈક હિટલર, પોલપોટ
07/06/2013 રેણુંકા ચૌધરી નમોનિટિઝ વાયરસ
08/06/2013 સલમાન ખુરશીદ વાંદરો
13/06/2013 જયરામ રમેશ ભસ્માસુર
14/07/2013 બેનીપ્રસાદ વર્મા પાગલ કુત્તા
17/08/2013 ગુલામ નબી આઝાદ ગંગુ તૈલી
2009 બી.કે. હરિપ્રસાદ ગંદી નાલી કા કીડાં

આ પણ વાંચો : શરદ પવારનું ચોંકાવનારું નિવેદન..રોટલી ફેરવવાનો સમય આવી ગયો છે

IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો