Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MP : PM મોદી આજે ફરી મધ્યપ્રદેશની ચૂંટણી જંગમાં ઉતરશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં ભાજપની જીત માટે પ્રચારની કમાન સંભાળી લીધી છે. સાથે જ હવે તેમણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. આ ક્રમમાં આજે એટલે કે બુધવાર 8 નવેમ્બરે મધ્યપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3 જાહેરસભાઓ...
mp   pm મોદી આજે ફરી મધ્યપ્રદેશની ચૂંટણી જંગમાં ઉતરશે  જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Advertisement

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં ભાજપની જીત માટે પ્રચારની કમાન સંભાળી લીધી છે. સાથે જ હવે તેમણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. આ ક્રમમાં આજે એટલે કે બુધવાર 8 નવેમ્બરે મધ્યપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3 જાહેરસભાઓ યોજાવા જઈ રહ્યા છે. PM મોદીની આ 3 ચૂંટણી સભાઓની અસર બુંદેલખંડ અને ગ્વાલિયર-ચંબલ વિસ્તારોમાં થવાની શક્યતા છે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10:30 વાગ્યે દિલ્હીથી ખજુરાહો એરપોર્ટ પર ઉતરશે. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા દમોહ પહોંચશે અને અહીં સવારે 11:30 થી 12:10 સુધી ચૂંટણી રેલીને સંબોધશે. આ પછી પીએમ મોદી દમોહથી ગુના જશે અને અહીં બપોરે 1:45 થી 2:25 સુધી ચૂંટણી રેલીમાં ભાગ લેશે.

Advertisement

ત્યારબાદ PM મોદીની છેલ્લી ચૂંટણી રેલી સાંજે 4 વાગ્યે મોરેનામાં યોજાશે. આ પછી સાંજે 4:45 વાગ્યે મોદી મોરેનાથી હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે.અહીંથી સાંજે 5:20 વાગ્યે તેઓ વિશેષ વિમાન દ્વારા દિલ્હી જવા રવાના થશે. જો જોવામાં આવે તો એક વર્ષમાં પીએમ મોદીની મધ્યપ્રદેશની આ 14 મી મુલાકાત છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 9 દિવસમાં રાજ્યમાં 10 જાહેર સભા અને 1 રોડ શો કરવાના છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન 17 મી નવેમ્બરે થવાનું છે અને પરિણામ 3 જી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આ વખતે રાજ્યના 5 લાખથી વધુ મતદારો 17 નવેમ્બર પહેલા પોતાનો અમૂલ્ય મતદાન કરશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત બાદ આદર્શ આચારસંહિતા અમલમાં છે. ઉમેદવારીપત્રો રજૂ કરવા અને તેની ચકાસણી સહિતની ચૂંટણીની તમામ ઔપચારિકતાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે.

આ પણ વાંચો : Nitish Kumar : આવી ટિપ્પણી કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? મોદી નીતિશ પર ગુસ્સે, તેજસ્વીને પણ લીધા આડેહાથ

Tags :
Advertisement

.

×