નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ 11 કુખ્યાત ગેંગસ્ટરોની યાદી તેમના ફોટા સાથે જાહેર કરી છે. આ ગુંડાઓ ભારતમાંથી ભાગી ગયા છે અને કેનેડામાં રહે છે, જ્યાંથી તેઓ પંજાબ સહિત દેશના અન્ય રાજ્યોમાં ષડયંત્ર રચતા રહે છે. તેઓ કેનેડામાં ખૂબ જ મોજ શોખથી જીવન જીવી રહ્યા છે અને તેમને કાયદાનો કોઈ ડર નથી.
NIA દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં પહેલું નામ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનું છે. તેણે પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી હતી. આ પછી બીજા ક્રમે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ છે. આ સિવાય અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લા, દરમન સિંહ કાહલોન, લખબીર સિંહ, દિનેશ શર્મા ઉર્ફે ગાંધી, નીરજ ઉર્ફે પંડિત, ગુરપિન્દર, સુખદુલ, ગૌરવ પટિયાલ ઉર્ફે સૌરભ ગેંગસ્ટર દલેર સિંહની તસવીરો બહાર પાડવામાં આવી છે. મહત્વનુ છે કે NIAએ કુલ 43 કુખ્યાત ગેંગસ્ટરના ફોટો જાહેર કર્યા છે.
NIA નું કહેવું છે કે હત્યા, ખંડણી ઉપરાંત આ કુખ્યાત ગેંગસ્ટરો પર પાકિસ્તાનના ઉશ્કેરણી પર રાષ્ટ્રવિરોધી ષડયંત્ર રચવાનો આરોપ છે. તેમાંથી મોટાભાગના કેનેડામાં છુપાયેલા છે. NIAએ જણાવ્યું છે કે 11 ગેંગસ્ટરોમાંથી 7 A કેટેગરીના ગુનેગારો છે, જેઓ પંજાબમાં ગુના કરીને ફરાર થઈ ગયા છે. આ તમામ ગુનેગારો કેનેડામાં વૈભવી જીવન જીવી રહ્યા છે, જ્યાં તેઓ ખાલિસ્તાનીઓ સહિત યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાથે જ તેમને ગુનાની દુનિયામાં ધકેલી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે