Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

3 દેશોના પ્રવાસેથી પરત ફર્યા PM મોદીનું દિલ્હી એરપોર્ટ પર ઉમળકાભેર સ્વાગત, ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. તેમનું વિમાન સવારે 5:10 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપના ઘણા કાર્યકરો આખી રાતથી પાલમ એરપોર્ટની બહાર ઉભા હતા. ભાજપના દિલ્હી રાજ્ય એકમે પીએમના...
3 દેશોના પ્રવાસેથી પરત ફર્યા pm મોદીનું દિલ્હી એરપોર્ટ પર ઉમળકાભેર સ્વાગત  ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. તેમનું વિમાન સવારે 5:10 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપના ઘણા કાર્યકરો આખી રાતથી પાલમ એરપોર્ટની બહાર ઉભા હતા. ભાજપના દિલ્હી રાજ્ય એકમે પીએમના સ્વાગત માટે આખી રાત એરપોર્ટની બહાર ઉજવણી કરી હતી.

Advertisement

પીએમના સ્વાગત માટે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પોતે પાલમ એરપોર્ટ પહોંચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, દિલ્હીના સાંસદ રમેશ વિધૂડી, હંસ રાજ હંસ અને દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રામવીર સિંહ બિધૂડી પણ હાજર રહ્યા હતા.

Advertisement

દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે હું વિશ્વના દેશોમાં જાઉં છું, વિશ્વના મહાન વ્યક્તિઓને મળું છું અને ભારતની ક્ષમતા વિશે વાત કરું છું. મારા દેશની મહાન સંસ્કૃતિનો મહિમા કરતી વખતે હું મારી આંખો નીચી રાખતો નથી. હું આંખોમાં આંખ નાખીને વાત વાત કરું છું.

PM મોદીએ વધુમાં કહ્યું કે, ભારતની સંસ્કૃતિ અને મહાન પરંપરા વિશે વાત કરતી વખતે ક્યારેય ગુલામીની માનસિકતામાં ન આવશો, હિંમતથી વાત કરો. દુનિયા આ વાત સાંભળવા આતુર છે. આપણા પવિત્ર સ્થળો પર હુમલા સ્વીકાર્ય નથી. પીએમએ કહ્યું કે આજે જે લોકો અહીં હાજર છે તે મોદીજીને પ્રેમ કરનારા લોકો નથી, તેઓ ભારત માતાને પ્રેમ કરનારા લોકો છે. આ એવા લોકો છે જેઓ ભારતને પ્રેમ કરે છે. જ્યારે ભારતનું નામ રોશન થાય છે ત્યારે 140 કરોડ દેશવાસીઓની ભાવના નવી ઊંચાઈઓને સ્પર્શે છે.

ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોના કાર્યક્રમનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું કાર્યક્રમમાં આવવું એ ગર્વની વાત છે, પરંતુ ભારતીય સમુદાયના આ કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન પણ હાજર રહ્યા હતા, ત્યાંના સાંસદો પણ હાજર હતા. વિરોધ પક્ષના સાંસદો પણ હતા. આ યશ મોદીનો નથી. પરંતુ ભારતના પ્રયાસોની છે. તે 140 કરોડ ભારતીયોની ભાવના સાથે જોડાયેલી છે.

આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની વેક્સીનને લઈને વિપક્ષને આડેહાથ લીધા હતા. PM એ કહ્યું હતુ કે, અમારી પાસે હિસાબ પૂછવામાં આવ્યા હતા કે તમે વિદેશમાં રસી કેમ મોકલી. પાપુઆ ન્યુ ગિનીના લોકો મારી ભાષા સમજી શક્યા નહીં, પરંતુ તેઓએ ઈશારો કરીને કહ્યું કે, તમે જ્યારે રસી મોકલી ત્યારે જ અમે જીવિત છીએ. ત્યાંના લોકોની આંખમાં આંસુ હતા.

આ પણ વાંચો : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને  Y શ્રેણીની સુરક્ષા

Tags :
Advertisement

.

×