Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan : નોન-વેજની ગાડીઓ જલ્દી જ બંધ કરો નહીંતર..., રાજસ્થાનમાં જીતની સાથે જ ભાજપ MLA એક્શન મોડમાં

Rajasthan Election Result : રાજસ્થાનમાં ચૂંટણીના પરિણામ આવી ગયા છે. રાજસ્થાનની જનતાએ એકવાર ફરી કોંગ્રેસને હાર તો ભાજપને જીતનો સ્વાદ ચખાડી અહીંની પરંપરા જાળવી રાખતા સરકાર બદલી છે. પરિણામને હજું 24 કલાક પણ નથી થયા અને ભાજપ અહીં એક્શન મોડમાં આવી...
rajasthan   નોન વેજની ગાડીઓ જલ્દી જ બંધ કરો નહીંતર     રાજસ્થાનમાં જીતની સાથે જ ભાજપ mla એક્શન મોડમાં
Advertisement

Rajasthan Election Result : રાજસ્થાનમાં ચૂંટણીના પરિણામ આવી ગયા છે. રાજસ્થાનની જનતાએ એકવાર ફરી કોંગ્રેસને હાર તો ભાજપને જીતનો સ્વાદ ચખાડી અહીંની પરંપરા જાળવી રાખતા સરકાર બદલી છે. પરિણામને હજું 24 કલાક પણ નથી થયા અને ભાજપ અહીં એક્શન મોડમાં આવી ગયું છે. જ્યા અહીં એક ચર્ચાનો વિષય હતો કે હવે રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ હશે તો બીજી તરફ હવામહલ બેઠક પરથી વિજેતા જાહેર થયેલા ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે એક અધિકારીને બોલાવીને કહ્યું કે સાંજ સુધીમાં નોન-વેજ ગાડીઓ શેરીઓમાંથી ગાયબ થઈ જવી જોઈએ.

નોન-વેજ ગાડીઓને રસ્તા પરથી હટાવી દો : બાલમુકુંદ આચાર્ય

રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં જંગી બહુમતી મળી છે. 199 બેઠકોમાંથી ભાજપે 115 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 69 સીટો જીતી શકી હતી. આ 115 સીટોમાંથી એક સીટ જયપુરના હવામહેલ વિસ્તારની છે, જ્યાંથી બાલમુકુંદે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા છે. હવે બાલમુકુંદ ધારાસભ્ય તરીકે શપથ લેતા પહેલા જ એક્શનમાં આવી ગયા છે. બાલમુકંદ આચાર્યએ અધિકારીને બોલાવીને પૂછ્યું કે શું આપણે રસ્તા પર નોનવેજ વેચી શકીએ? ફક્ત હા અથવા ના માં જવાબ આપો. તમે તેને સમર્થન આપો છો.

Advertisement

Advertisement

નોન-વેજ ગાડીઓને તાત્કાલિક અસરથી રસ્તા પરથી હટાવી દો. હું સાંજે ફોન કરીને તમારી પાસેથી રિપોર્ટ મેળવીશ. મને ખબર નથી કે અધિકારી કોણ છે. માર્કેટમાં ઉભા રહીને તેમણે ઓફિસરને બોલાવીને ક્લાસ લીધો હતો. આ પછી ત્યાં હાજર લોકોએ જય શ્રી રામના નારા લગાવીને ધારાસભ્યની આ કાર્યવાહીને આવકારી હતી. ધારાસભ્યએ અધિકારીને એમ પણ કહ્યું કે તેઓ સાંજ સુધીમાં તમારી પાસેથી રિપોર્ટ લઈ લેશે.

કોંગ્રેસ અને ઓવૈસીએ કર્યો હુમલો

હવે આ મામલે કોંગ્રેસ પાર્ટીએ પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ, આ છે ભાજપના સબકા સાથ - સબકા વિકાસનું સત્ય, રાજસ્થાનના ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યને નોન-વેજની દુકાનોથી એટલી બધી પરેશાની છે કે શપથ લેતા પહેલા દુકાનો બંધ કરાવવાની ચિંતા છે. તેમણે કહ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવા જનપ્રતિનિધિઓ પર લગામ લગાવશે? આ સાથે AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. બાલમુકુંદના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ઓવૈસીએ કહ્યું કે આ નિર્ણય ખોટો છે અને નોન-વેજ વેચનારાઓને કોઈ રોકી શકે નહીં. તેમણે કહ્યું કે આવો નિર્ણય ખોટો છે.

600 મતોથી જીતનો રેકોર્ડ

જણાવી દઈએ કે રવિવારે થયેલી મતગણતરી અનુસાર હવામહલ સીટ પરથી ભાજપના ઉમેદવાર બાલમુકુંદ આચાર્યએ કોંગ્રેસના આરઆર તિવારી સામે 600 મતોથી જીત મેળવી છે.

આ પણ વાંચો - મણિપુરમાં એકવાર ફરી સ્થિતિ બેકાબુ, ઈન્ટરનેટ સેવા શરૂ થવાની સાથે જ હિંસા પણ શરૂ, 13 લોકોના મોત

આ પણ વાંચો - Modi Govt. : મણિપુરના સૌથી જૂના બળવાખોર જૂથ UNLF એ કાયમી શાંતિ કરાર માટે મંજૂરી આપી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×