Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP: સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો, મનોજ પાંડે સહિત ત્રણ ધારાસભ્યો બાગી

Samajwadi Party, UP: અત્યારે રાજ્યસભાની ચૂંટણી ચાલી રહીં છે. પરંતુ રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. મળતી વિગતો પ્રમામે મનોજ પાંડેની સાથે અન્ય ત્રણ ધારાસભ્યો બાગી બની ગયા છે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડ્યે પોતાના...
up  સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો  મનોજ પાંડે સહિત ત્રણ ધારાસભ્યો બાગી
Advertisement

Samajwadi Party, UP: અત્યારે રાજ્યસભાની ચૂંટણી ચાલી રહીં છે. પરંતુ રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. મળતી વિગતો પ્રમામે મનોજ પાંડેની સાથે અન્ય ત્રણ ધારાસભ્યો બાગી બની ગયા છે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડ્યે પોતાના ચીફ વ્હીપ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને આપ્યું છે.

સમાજવાદીના ધારાસભ્યમ નોજ પાંડેએ પત્ર લખીને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને લખ્યું કે, હું ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. મારી રાજીનામું સ્વીકારવામાં આવે. વિધાનસભ્ય મનોજ કુમાર પાંડેએ કહ્યું, “અમે સમાજવાદી પાર્ટી ધારાસભ્ય દળના ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Advertisement

રાકેશ પ્રતાપ સિહં અને અભય સિંહ એક ગાડીમાં દેખાયા

અમેઠી ગૌરીગંજથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિહં અને અભય સિંહ એક ગાડીમાં સદન પહોંચ્ચા છે. અયોધ્યા જિલ્લાના સપા ધારાસભ્ય અભય સિંહ અને આંબેડકર નગરના સપા ધારાસભ્ય રાકેશ પાંડે પણ હાજર છે. ત્રણેયએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે તેઓ અંતરાત્મા મુજબ મતદાન કરશે. ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહ પોતાની પાર્ટીની યોજાયેલ બે મીટિંગમાંથીએ એકવાર હાજર રહ્યા નહોતા. તેમણે બાગીનું વલણ અપનાવ્યું હતું. આ ત્રણેય ભાજપની તરફેણમાં મતદાન કરી શકે છે. રાકેશ પાંડેના સાંસદ પુત્ર રિતેશ પાંડે બે દિવસ પહેલા ભાજપમાં જોડાયા હતા.

Advertisement

ભાજપના દરેક ઉમેદવારો જીતશેઃ બીજેપી નેતા

અત્યારે ચાલી રહેલા રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપ નેતા સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે, ‘ભાજપના આઠ ઉમેદવારો છે, તેમાંથી દરેક જીતને દિલ્હી જવાના છે. જેઓ ડરતા હતા તેઓ સવારથી ગાતા હતા કે ભાજપે તેમના ધારાસભ્યો છીનવી લીધા છે. એ લોકો પોતાના ઘરનું સંચાલન કેવી રીતે કરવું તે જાણતા ન હતા. કોઈ પર આરોપ લગાવતા પહેલા એ પણ જુઓ કે તમારા પરિવારના સભ્યો તમારાથી કેમ ભાગવા માંગે છે? અખિલેશ યાદવને બહાના આપવાની આદત પડી ગઈ છે. 2017માં બહાનું આપ્યું હતું, 2019માં આપ્યું અને હવે 2024માં પણ બીજું બહાનું આપશે.’

આ પણ વાંચો: ડૉ. શફીકર રહેમાનનું નિધન, ઘણા સમયથી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×