Uttar Pradesh: INDIA ગઠબંધનને મોટો ઝટકો, જ્યંત ચૌધરીની પાર્ટી NDA માં સામેલ
Uttar Pradesh: લોકસભાની ચૂંટણી પહેલા દેશની રાજકીય પાર્ટીઓમાં ભારે ઉથળ-પાથલ થઈ રહી છે. રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ જ્યંત ચૌધરીએ ઇન્ડિયા ગઠબંધનને મોટ ઝટકો આપ્યો છે. જ્યંત ચૌધરીએ સોમવારે એલાન કર્યું છે કે, તેઓ તેમની પાર્ટી રાષ્ટ્રીય લોક દળને એનડીએ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. એનડીએમાં જોડાવાની અટકળો લાંબા સમયથી ચાલી રહીં હતી. આ દરમિયાન હવે તેમણે એનડીએ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે, એનડીએમાં જોડાવવા માટે પોતાના તમામ વિધાયકો સાથે ચર્ચા કરીને પછી જ નિર્ણય કર્યો છે.
આ નિર્ણય સમજી વિચારીને લેવામાં આવ્યો છે: જયંત ચૌધરી
જયંત ચૌધરીએ ધારાસભ્યોની નારાજગી પર કહ્યું કે, અમે અમારા તમામ ધારાસભ્યો સાથે વાત કરી છે. અમારા તમામ ધારાસભ્યો અને કાર્યકરો અમારી સાથે છે. આ દરમિયાન આરએલડીના પ્રમુખ જયંત ચૌધરીએ કહ્યું કે, તેમણે આ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લીધો છે. જયંત ચૌધરીના દાદા ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો ત્યારથી, એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ વિપક્ષના 'ભારત' ગઠબંધનને છોડીને એનડીએમાં જોડાઈ શકે છે, જેની આખરે પુષ્ટિ થઈ.
ચરણ સિંહને ભારત રત્નની સન્માનિત કરવામાં આવ્યા
વધુમાં તેમણે કહ્યું કે, ભારત સરકાર દ્વારા ચૌધરી ચરણ સિંહને ભારત રત્નની સન્માનિત કરવામાં આવ્યા છે. આ અમારા પરિવાર માટે અને ખેડૂતો માટે ખુબ જ ગૌરવની વાત છે. તે માટે જ્યંત ચૌધરીએ ભારત સરકારનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે જ્યંત ચૌધરીને દાદા ચરણ સિંહ ચૌધરીનું મરણોત્તર ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં છે. જેથી જ્યંત ચૌધરીએ ભારત સરકાર અને પ્રધાનમંત્રીનો પણ આભાર માન્યો હતો.
#WATCH |Delhi: On joining NDA, RLD chief Jayant Chaudhary says, "...I took this decision after speaking to all the MLAs and workers of my party. There was no big planning behind this decision, we had to take this decision within a short time because of the situation. We want to… pic.twitter.com/oCokYUX8gA
— ANI (@ANI) February 12, 2024
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


