તમે આજકાલ ટીવી અને સોશિયલ મીડિયામાં અનોખી મુછોવાળા એક IPS અધિકારીને અવાર નવાર જોયા હશે અને સાંભળ્યા હશે. આ IPS નું નામ છે પ્રશાંત કુમાર(IPS Prashant Kumar)…IPS પ્રશાંત કુમાર અત્યારે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના એડીજી લો એન્ડ ઓર્ડર છે. પ્રશાંત કુમારની ધાક એટલી છે કે અતિક એહમદ સહિતના ક્રિમિનલ્સ એટલા ડરી ગયા છે કે તેમને એન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાઇટ હેન્ડ ગણાતા યુપી પોલીસના આ સિંઘમ અધિકારીની ગણના સુપર કોપ ઓફ ઇન્ડિયા તરીકે થાય છે. આવો જાણીએ આ અહેવાલમાં કે પ્રશાંત કુમાર કોણ છે…