Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himachal માં જળ'પ્રલય', મંડીમાં 40 વર્ષ જૂના પૂલનું ધોવાણ, VIdeo

સમગ્ર દેશમાં ચોમાસાના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસાદ ઘણા રાજ્યો માટે આફત બનીને આવ્યો છે. મંડીના બંજર ઓટ બાયપાસથી ઓટને જોડતો 40 વર્ષ જૂનો પુલ બિયાસ નદીના વહેણમાં ધોવાઈ ગયો છે. પુલ નદીમાં વહેતો હોવાનો વીડિયો પણ...
himachal માં જળ પ્રલય   મંડીમાં 40 વર્ષ જૂના પૂલનું ધોવાણ  video
Advertisement

સમગ્ર દેશમાં ચોમાસાના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસાદ ઘણા રાજ્યો માટે આફત બનીને આવ્યો છે. મંડીના બંજર ઓટ બાયપાસથી ઓટને જોડતો 40 વર્ષ જૂનો પુલ બિયાસ નદીના વહેણમાં ધોવાઈ ગયો છે. પુલ નદીમાં વહેતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં થોડી જ સેકન્ડોમાં પુલ પાણીના પ્રવાહમાં વહેતો જોવા મળી રહ્યો છે.

પહાડી રાજ્યોમાં પ્રલય

હવામાન વિભાગની આગાહી મુજબ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હજુ બે દિવસ ભારે વરસાદ પડશે. આ રાજ્યો પહેલાથી જ વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કુલ્લુમાં બિયાસ નદીમાં વહેણને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે 3 નો એક ભાગ ધોવાઈ ગયો હતો. જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલનની તસવીરો સામે આવી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગની આ આગાહી પહાડી રાજ્યોની મુશ્કેલીઓ વધારી શકે છે. હાલમાં ત્રણેય રાજ્યોમાં વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે.

Advertisement

Advertisement

હિમાચલમાં વરસાદને કારણે તબાહી

ભારે વરસાદને કારણે મનાલી અને કુલ્લુ વચ્ચે ઘણી જગ્યાએ ભૂસ્ખલનના મામલા પણ નોંધાયા છે. આ કારણે કુલ્લુ-મનાલી અને મનાલીથી અટલ ટનલ અને રોહતાંગ વચ્ચેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે સમગ્ર કુલ્લુ અને મનાલી પાણીમાં ગરકાવ જોવા મળે છે. અહીંની નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે. સરકારે આગામી 10 અને 11 જુલાઈના રોજ રાજ્યની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા સૂચના આપી છે. છેલ્લા 24 કલાકના વરસાદને કારણે રાજ્યમાં 5 લોકોના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો : 2024 માટે BJP નો ફૂલપ્રુફ પ્લાન તૈયાર, NDA ની મળશે મહત્વની બેઠક

Tags :
Advertisement

.

×