Home » PM મોદીના જન્મદિવસે માણસાના ધારાસભ્ય J.S.PATEL એ કોરોનામાં અનાથ બનેલા બાળકો માટે કર્યુ આ ઉમદા કાર્ય
PM મોદીના જન્મદિવસે માણસાના ધારાસભ્ય J.S.PATEL એ કોરોનામાં અનાથ બનેલા બાળકો માટે કર્યુ આ ઉમદા કાર્ય
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
169
માતૃભુમિ અને દેશની વિરસાયેલ વિરાસત અને અસ્મિતાની પુનઃ પ્રાપ્તિ તથા રાષ્ટ્રના ઉત્થાન અને પ્રજાના વિકાસ માટે અવિરત કામ કરતા આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના ૭૩ મા જન્મ દિવસે માણસાના ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ ધ્વારા શ્રી મોદી સાહેબને અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી છે.. તેઓશ્રીએ શુભેચ્છા આપતા જણાવ્યું કે, ભગવાન દ્વારકાધીશ આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને તંદુરસ્તી સાથેનું દીર્ધાયુ આપે તેવી ભગવાન અને માતાજીને હદયપૂર્વકની પ્રાર્થના.
સ્વપ્નદ્રષ્ટા આદરણીય મોદી સાહેબના ૭૩ મા જન્મ દિવસે માણસા ખાતે કવિ સંમેલન યોજવામાં આવેલ હતુ. આ સંમલનમાં માણસા તાલુકા અને સંગઠનના હોદેૃદારો, સક્રિય કાર્યકરો અને વિશાળ સંખ્યામાં પ્રજાજનો હાજર રહયા હતા. મુખ્ય મહેમાનપદે આદરણીય મોદી સાહેબના નાના ભાઇ શ્રી પંકજભાઇ મોદી હાજર રહયા હતા.
શહીદ સૈનિકોના પરિવારજનોના ખાતામાં માન.ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ દર મહિને રુ. ર૦૦૦ જમા કરાવે છે
આજના શ્રી મોદી સાહેબના પવિત્ર જન્મ દિવસે, માણસા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી જે.એસ.પટેલે કોરોના કાળમાં માતા-પિતા ગુમાવી ચુકેલા બાળકોને રુ. પ હજારની સહાયના ચેક અર્પણ કર્યા હતા અને હવે દર મહિને આ લાભાર્થીઓને રુ.૧ હજાર તેમના બેન્ક ખાતામાં જમા કરવાની જાહેરાત માનનીય ધારાસભ્યશ્રી જે.એસ.પટેલ ધ્વારા, તેઓ જયાં સુધી ધારાસભ્ય તરીકે રહે ત્યાં સુધી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ નિરાધાર બાળકોના શૈક્ષણિક વિકાસ માટે ધારાસભ્યશ્રી જાગ્રૃત રહી કામગીરી કરી રહયા છે. અત્રે જણાવવાનું કે માણસા મત વિસ્તારના વીર શહીદ સૈનિકોએ દેશની સેવામાં પોતાનું બલિદાન આપેલ છે તેવા શહીદ સૈનિકોના પરિવારજનોના ખાતામાં માન.ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ દર મહિને રુ. ર૦૦૦ જમા કરાવવામાં આવી રહયા છે, જે કામગીરી પણ અભિનંદનને પાત્ર છે.
સરકારમાંથી ધારાસભ્ય તરીકે મળતા પગારમાંથી એક પણ રુપિયો લેતા નથી
માનનીય ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ સરકારમાંથી ધારાસભ્ય તરીકે મળતા પગારમાંથી એક પણ રુપિયો લેતા નથી. આ ઉપરાંત વિસ્તારમાં પોતાના માતા-પિતા ગુમાવી ચુકેલ એક દીકરી કે જે શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી છે અને ૯૩ ટકા માકર્સ સાથે એન્જિનિયરિંગ અભ્યાસ માટે કોમ્પ્યુટરની જરૂરિયાત હતી, પરંતુ તેના પાલક માતા-પિતા આવો ખર્ચ વહન કરી શકે તેમ ન હોઇ તે દિકરીની માગણી મુજબ, માન. ધારાસભ્યશ્રીએ તે દિકરીને લેપટોપ પૂરુ પાડવાનુ ઉમદા કાર્ય પણ કર્યુ. . માન. શ્રી જે.એસ.પટેલ સાહેબ દ્વારા વિસ્તારના વિકાસ માટે જે કામગીરી કરવામાં આવી રહી છે તે ફકત પ્રસંશનીય જ નહીં, અન્ય માટે પણ પ્રેરણાદાયક પણ છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject