Download Apps
Home » Daryl Mitchell એ ફેનનું કર્યું હજારોનું નુકશાન, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

Daryl Mitchell એ ફેનનું કર્યું હજારોનું નુકશાન, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

Daryl Mitchell Broke Fan’s Phone : IPL 2024 નો રોમાંચ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે હવે દરેક ટીમો પોતાનું જોર લગાવી રહી છે. ત્યારે વાત કરીએ CSK ની તો ચેન્નાઈની આગામી મેચ અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સની સામે રમાવવાની છે. આ મેચ પહેલા ધરમશાલા ગ્રાઉંડમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને તમને ચોક્કસપણે ઝટકો લાગશે. CSKના સ્ટાર ખેલાડીએ એક ફેનનો ફોન તોડ્યો, ફેન ફોનથી બેટિંગના ફોટા લઈ રહ્યો હતો.

શું છે ઘટના

CSK ના ખેલાડીઓ ધરમશાલા ગ્રાઉંડમાં પ્રૅક્ટિસ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના સામે આવી છે. આ પ્રૅક્ટિસ દરમિયાન CSK ના એક સ્ટાર બેટ્સમેને તે સમય દરમિયાન એક ફેનઓ ફોન તોડી નાખ્યો હતો. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ CSK નો દિગ્ગજ બેટ્સમેન ડેરીલ મિશેલ છે. આ ઘટના ત્યારે બની જ્યારે મિશેલ બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન એક ફેન બાઉન્ડ્રી પર ઉભો હતો અને મિશેલનો વીડિયો બનાવી રહ્યો હતો. ત્યારબાદ મિશેલે એવો શોટ માર્યો કે બોલ સીધો ફેનના ફોનમાં ગયો અને ફોન તેના હાથમાંથી સરકીને નીચે પડી ગયો. ત્યારપછી જ્યારે વ્યક્તિએ ફોન ઉપાડ્યો તો તેણે જોયું કે ફોન સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. મિશેલે પણ તે વ્યક્તિને ઈશારામાં કહ્યું કે આ માટે સોરી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મિશેલે આપી આ ખાસ ભેટ

આ ઘટના બન્યા બાદ Daryl Mitchell  એ તે ફેનને માફી પણ માંગી હતી અને સાથે સાથે તે ફેનને એક ભેટ પણ આપી હતી. ફેનનો જે ફોન મિશેલ દ્વારા ભૂલથી તૂટી ગયો હતો તેને કારણે મિશેલે તેના ફેન્સને તેના ગ્લોવ્સ ગિફ્ટ કર્યા. આ ફેને બાદમાં ગ્લોવ્ઝ પહેરીને મિશેલનો ફોટો લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે, જેના પર ચાહકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. લોકો આ મીડિયા પોસ્ટ વાયરલ થયા બાદ ડેરિલ મિશેલની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.  CSK આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમી છે, જેમાંથી તેણે 6 મેચ જીતી છે. આવી સ્થિતિમાં પ્લેઓફમાં પહોંચવા માટે ગુજરાતને હરાવવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : IPL 2024 : RCB માટે પ્લેઓફની આશા હજુ પણ જીવંત! જાણો કેવી રીતે

ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા