Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VIRAT KOHLI : વિરાટ કોહલીએ World Cup 2023 માં રચ્યો ઈતિહાસ, કારકિર્દીમાં પહેલીવાર મળ્યું આ સન્માન...

આખરે જે ધાર્યું હતું તે જ થયું...વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023માં નંબર 1 બેટ્સમેન બન્યો. હા, વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવવાના મામલામાં ટોપ પર રહ્યો અને આ ખેલાડીએ તે કરી બતાવ્યું જે તે તેની આખી કારકિર્દીમાં કરી શક્યો ન...
virat kohli   વિરાટ કોહલીએ world cup 2023 માં રચ્યો ઈતિહાસ  કારકિર્દીમાં પહેલીવાર મળ્યું આ સન્માન

આખરે જે ધાર્યું હતું તે જ થયું...વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023માં નંબર 1 બેટ્સમેન બન્યો. હા, વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવવાના મામલામાં ટોપ પર રહ્યો અને આ ખેલાડીએ તે કરી બતાવ્યું જે તે તેની આખી કારકિર્દીમાં કરી શક્યો ન હતો. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર બેટિંગ કરી અને ઘણા રન બનાવ્યા. તેણે પોતાના પ્રદર્શનથી ઘણા રેકોર્ડ તોડ્યા, આવો તમને જણાવીએ કે કેવી રીતે વિરાટ કોહલીએ વર્લ્ડ કપના નંબર 1 બેટ્સમેનનો ખિતાબ હાંસલ કર્યો.

Advertisement

વિરાટ કોહલી બન્યો સૌથી મોટો 'રનવીર'

વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023ની 11 મેચમાં 765 રન બનાવ્યા હતા. તેની એવરેજ 95થી વધુ હતી. મોટી વાત એ છે કે વિરાટ કોહલીએ 3 સદી અને 6 અડધી સદી ફટકારી છે. મતલબ કે તેણે 9 વખત ફિફ્ટી પ્લસનો સ્કોર પાર કર્યો. વિરાટ કોહલી ત્રણ વર્લ્ડ કપ મેચમાં અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો હતો અને તેણે 90ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

આ બેટ્સમેનોથી પણ આગળ

વિરાટ કોહલીએ 765 રન બનાવ્યા અને સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત શર્મા બીજા ક્રમે છે. તેના બેટમાંથી 597 રન આવ્યા હતા. ડી કોકે 594 રન બનાવ્યા હતા. જ્યારે રચિન રવિન્દ્રએ 578 રન બનાવ્યા હતા. ડેરેલ મિશેલ 552 રન બનાવ્યા બાદ ટોપ 5માં રહ્યો હતો.

Advertisement

વિરાટ કોહલીનું પ્રદર્શન

વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 85 રન બનાવ્યા હતા. આ પછી વિરાટે 55 રનની અણનમ ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી ચોક્કસપણે પાકિસ્તાન સામે નિષ્ફળ ગયો અને તેના બેટમાંથી માત્ર 15 રન આવ્યા. પરંતુ બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ અણનમ 103 રન બનાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે 95 રન બનાવ્યા હતા પરંતુ તે માત્ર 5 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો. વિરાટે ઈંગ્લેન્ડ સામે ખાતું પણ ખોલ્યું ન હતું પરંતુ શ્રીલંકા સામે તેણે 88 રનની ઈનિંગ રમી હતી. ફરી એકવાર વિરાટ કોહલી સદી ચૂકી ગયો. પરંતુ સાઉથ આફ્રિકા સામે અણનમ 101 રન બનાવીને વિરાટ કોહલીએ સચિનની 49 સદીની બરાબરી કરી લીધી. વિરાટે નેધરલેન્ડ વિરૂદ્ધ 51 રન બનાવ્યા અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં વિરાટે 117 રન બનાવીને ODIમાં સૌથી વધુ 50 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

આ પણ વાંચો : વર્લ્ડકપ હાર બાદ અશ્રુભીની આંખો સાથે ખેલાડીઓની વેદના છલકાઈ, જુઓ video

Advertisement

Tags :
Advertisement

.