Download Apps
Home » જો મેચ રદ્દ થાય તો ક્રિકેટ ચાહકોએ ખરીદેલી ટિકિટનું શું?

જો મેચ રદ્દ થાય તો ક્રિકેટ ચાહકોએ ખરીદેલી ટિકિટનું શું?

અમદાવાદના આંગણે ચેન્નઈ અને ગુજરાત વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે. આ ફાઈનલ મેચ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવા જઈ રહી છે. ક્રિકેટ રસિયાઓ જેની મહિનાઓથી રાહ જોઈ રહ્યાં હતાં તે ક્ષણ આખરે આવી પહોંચી પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ને આખો ખેલ બગાડી નાખ્યો. વરસાદે આઈપીએલની ફાઈનલ મેચ જ થંભાવી દીધી. જેના કારણે ધોમધખતા તાપ, ચિક્કાર ભીડ અને કલાકો સુધી લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહીને મોંઘીદાટ ટિકીટ ખરીદનારા ક્રિકેટ ચાહકોના સપનાઓ પણ જાણે ભિંજાઈ ગયા હતાં.

જે ગતિએ વરસાદ વરસી રહ્યો છે તેને જોતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ પાણી ભરાઈ જાય તેવી શક્યતા છે. તેવી જ રીતે સ્ટેડિયમમાં પણ અણધાર્યા વરસાદના કારણે અવ્યવસ્થા ઉભી થઈ શકે છે. જો કેટલોક સમય વધુ વરસાદ પડે તો આજે મેચ રમવી લગભગ અશક્ય બની જાય. આ સ્થિતિમાં આવતી કાલે સોમવારે રિઝર્વ ડે ના દિવસે ફાઈનલ મેચ રમાઈ શકે છે. આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે આઈપીએલની ફાઈનલની ટિકિટનું શું?

મેચની ટિકિટ ખરીદનારાઓના પૈસાનું શું? શું આઈપીએલ આયોજકો તરફથી લોકોને પૈસા પાછા આપવામાં આવશે કે કેમ? કારણ કે, આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી વધુ બેઠક વ્યવસ્થા ધરાવતું સ્ટેડિયમ છે. આશરે એક લાખથી પણ વધુ લોકો નરેન્દ્ર મોટી ક્રિકેટ સ્ટેડિયમમાં એક સાથે બેસીને મેચ નિહાળી શકે છે. તેથી આઈપીએલની ફાઈનલ મેચની ટિકિટ ખરીદનારાઓની સંખ્યા પણ મોટી થવા જાય. આ સ્થિતિમાં ટિકિટને લઈને મુંઝવણ ઉભી થઈ શકે છે.

ક્રિકેટ રસિયાઓ કે જેમને મેદાનમાં જઈને આઈપીએલની ફાઈનલ નિહાળવા ટિકિટ ખરીદી છે તેમને જો આજે મેચ ના રમાય તો પૈસા પાસા આપવામાં આવશે. એટલે કે રિફંડ આપવામાં આવશે?

તેવી જ રીતે જો રિઝર્વ ડે એટલે કે આવતી કાલે સોમવારે મેચ રમાય તો શું? શું આઈપીએલ ફાઈનલની ટિકિટ ખરીદનારાઓને આજની જ ટિકિટ પર આવતી કાલે પણ મેચ જોવા જવા દેવાની મંજુરી આપવામાં આવશે? આ પ્રકારના પ્રશ્નો ટિકિટ ખરીદનારાઓના મનમાં સર્જાઈ રહ્યાં છે. સાથે જ મીઠી મુંઝવણ પણ ઉભી થઈ છે.

એક અનુંમાન પ્રમાણે જો આજે મેચ ના રમાય અને આવતી કાલે સોમવારે રિઝર્વ ડેના દિવસે મેચ રમાય તો આજની ટિકિટને આવતી કાલે મંજુરી આપવામાં આવી શકે છે. અથવા તો મેચની ટિકિટ ખરીદનારાઓને રિફંડ આપવામાં આવી શકે છે. આમ બે વિકલ્પો રહેલા છે. જોકે હજી સુધી આ મામલે આયોજકો તરફથી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેથી આઈપીએલની ફાઈનલ મેચની ટિકિટ ખરીદનારાઓના મનમાં અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યાં છે.

આ પણ  વાંચો-IPL ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ! અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ

જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા