Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાટણ જિલ્લા એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં યોગાંજલિ વિદ્યાવિહારના વિધાર્થીઓ વિજેતા બન્યા

તાજેતરમાં ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સ્પોર્ટ્સ ઞ્રાઉન્ડ - પાટણ ખાતે જિલ્લા કક્ષાની અંડર-14, અંડર -17 અને અંડર-19 ની એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં યોગાંજલિ વિદ્યાવિહારનાં વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 3000 મી.દોડ- પ્રજાપતિ હેત્વી દશરથભાઈ, ઊંચી કૂદ...
પાટણ જિલ્લા એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં યોગાંજલિ વિદ્યાવિહારના વિધાર્થીઓ વિજેતા બન્યા
Advertisement
તાજેતરમાં ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સ્પોર્ટ્સ ઞ્રાઉન્ડ - પાટણ ખાતે જિલ્લા કક્ષાની અંડર-14, અંડર -17 અને અંડર-19 ની એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં યોગાંજલિ વિદ્યાવિહારનાં વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં 3000 મી.દોડ- પ્રજાપતિ હેત્વી દશરથભાઈ, ઊંચી કૂદ - નાઇ મમતા દિનેશભાઇ,જલદચાલ - સિપાઈ સામિયા હયાતખાન અને પિન્ઢારા ખતિજા રફીક ભાઈ જિલ્લામાં પ્રથમ આવેલ તથા 3000 મી.દોડમાં માળી જયા પોખરાજ ભાઈ, લાંબી કૂદમાં રાવળ સ્નેહા વિરમભાઇ,100 મી.વિધ્ન દોડમાં  રાજપૂત યુવરાજ રણજિતસિંહ જિલ્લામાં દ્વિતીય આવેલ. આ તમામ ખેલાડીઓ હવે પછી રાજ્ય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે.
આ ઉપરાંત યોગાંજલિની ટીમ કબ્બડીમાં પણ સીધપુર તાલુકામાં  ચેમ્પિયન બની હતી અને જીલ્લા કક્ષાએ રમવા ગઈ હતી તેમાં પણ ચેમ્પિયન બનતા શાળાના ચાર ખેલાડીઓ રાજ્ય કક્ષાએ  કબ્બડીમાં ભાગ લેશે.
Tags :
Advertisement

.

×