Download Apps
Home » Tata Nexon Facelift જલ્દી જ થશે લોન્ચ, બુકિંગ શરૂ, જાણો ફીચર્સ વિશે

Tata Nexon Facelift જલ્દી જ થશે લોન્ચ, બુકિંગ શરૂ, જાણો ફીચર્સ વિશે

Tata Motors એ તેના સત્તાવાર લોન્ચિંગ પહેલા આગામી Nexon Facelift પરથી પડદો ઉઠાવી દીધો છે. આ વાહન તેના વર્તમાન મોડલથી તદ્દન અલગ દેખાય છે. નવી Tata Nexonની બાહ્ય ડિઝાઇનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. તેનું ઈન્ટિરિયર અપડેટ કરવામાં આવ્યું છે. આગામી Nexon માં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ તમામ સુવિધાઓ ટાટાની સૌથી વધુ વેચાતી SUV ને વધુ આકર્ષક બનાવે છે.

Tata Nexon Facelift 14 સપ્ટેમ્બરે લોન્ચ

Tata Nexon સબકોમ્પેક્ટ SUV કારની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ કંપનીની વેબસાઈટ પર તેના વેરિઅન્ટ મુજબના ફીચર્સની વિગતો શેર કરવામાં આવી છે. આ કાર 14 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આવી જ ડિઝાઈન આગામી Nexon ઈલેક્ટ્રિક કારમાં પણ જોવા મળશે. આ સિવાય તેમાં રિફ્રેશ ઇન્ટિરિયર પણ જોવા મળશે.  જણાવી દઇએ કે, ટાટા મોટર્સે તેની લોકપ્રિય SUV Nexonની ફેસલિફ્ટ એડિશનનું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપની તેને નવી ટેક્નોલોજી અને નાના કોસ્મેટિક ફેરફાર સાથે 14 સપ્ટેમ્બરે માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો તમે પણ ઈચ્છો છો, તો તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને આ કાર (Tata Nexon Facelift booking) બુક કરી શકો છો. Tata Nexon ફેસલિફ્ટ મોડલમાં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કાર 6 એરબેગ્સ સાથે લોન્ચ થવા જઈ રહી છે. સલામત ડ્રાઇવિંગ માટે, બ્લાઇન્ડ વ્યૂ મોનિટર છે, જે વળાંક દરમિયાન સ્ક્રીન પર ક્લિયર સાઈડ વ્યૂ જોવામાં મદદ કરે છે.

કુલ 11 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે

Tata Motors એ તેની લોકપ્રિય SUV Nexon Facelift નું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકના ડીલરોની મુલાકાત લઈને આ SUV બુક કરી શકે છે. કંપની આ કારને 14 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. એટલે કે આ દિવસે તેની કિંમતો પણ જાહેર કરવામાં આવશે. 2023 Nexonને 10.25-ઇંચની મોટી ટચસ્ક્રીન અને નવું ડ્યુઅલ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ મળશે. તેને કુલ 11 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ભારતમાં, તે Hyundai Creta, Maruti Grand Vitara, Kia Seltos અને New Honda Elevate સાથે સ્પર્ધા કરશે.

આ ફીચર્સ કારમાં હશે

ટાટા મોટર્સની અધિકૃત વેબસાઇટ અનુસાર, Tata Nexon Facelift માં સેફ્ટી ફીચર્સમાં રેન સેન્સિંગ વાઇપર્સ સાથે ઓટો હેડલેમ્પ, કોર્નિંગ ફંક્શન સાથે ફ્રન્ટ ફોગ લેમ્પ, ટાયર પ્રેશર મોનિટર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામનો સમાવેશ થશે. આ સિવાય કાર (ટાટા નેક્સન ફેસલિફ્ટ)માં હરમનની 26.03 સેમી ફ્લોટિંગ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. એપ દ્વારા વાહન ટેક્નોલોજીને કનેક્ટ કરવા, વોઈસ આસિસ્ટેડ ઈલેક્ટ્રિક સનરૂફ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

એન્જિન અને મલ્ટી ડ્રાઇવ મોડ

Tata Nexon ફેસલિફ્ટમાં બે એન્જિન ઓપ્શન હશે. તેમાં એક વિકલ્પ હશે, 1.2l Turbocharged Revotron Petrol અને બીજું, 1.5l Turbocharged Revotorq Diesel એન્જિન. આમાં તમને મલ્ટી ડ્રાઇવ મોડ્સ પણ મળે છે – ઇકો, સિટી અને સ્પોર્ટ. કારમાં ઘણી આરામદાયક સીટો છે. કારમાં લાગેલું એર પ્યુરિફાયર તમને કારની અંદર તાજગીનો ખૂબ જ સારો અનુભવ આપશે. એક સમાચાર અનુસાર, 2023 Tata Nexon 1 વેરિઅન્ટ્સ અને નામોમાં ઓફર કરવામાં આવશે – Smart, Smart+, Smart+ (S), Pure+, Pure+ (S), ક્રિએટિવ, ક્રિએટિવ+, ક્રિએટિવ+ (S), ફિયરલેસ, ફિયરલેસ+ અને earless+ (S) સાથે રજૂ કરવામાં આવશે.

અંદાજિત ખર્ચ

એવું માનવામાં આવે છે કે Tata Nexon Facelift ની કિંમત 8.50 લાખ રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. જોકે, કંપનીએ તેની કિંમત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. Tata Nexon ટાટા મોટર્સની ખૂબ જ લોકપ્રિય મોડલ કાર છે. કંપની તેને ઇલેક્ટ્રિક કાર તરીકે પણ વેચે છે.

આ પણ વાંચો – Honda ની મોસ્ટ અવેટેડ SUV લોન્ચ, જાણો શું છે ફીચર્સ

આ પણ વાંચો – Toyota એ સામાન્ય નાગરિકોને ધ્યાને રાખી લોન્ચ કરી તેની સૌથી સસ્તી SUV Car

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા