બોટાદ શહેર ખાતે નદીના પાણીના પ્રવાહમાંથી પસાર થવા જતા ટ્રેકટર ચાલક માંડ માંડ બચ્યો હતો. પાણીના વહેણ વચ્ચેથી પસાર થતા અચાનક પાણીની નીચેની જમીન ધસી પડતા ટ્રેકટરે પલટી ખાધી હતી.અને ટ્રેકટર ચાલક પણ પાણીમાં પડ્યો હતો.. જો કે આસપાસના લોકોની સમયસૂચકતાને કારણે ટ્રેકટર ચાલકનો જીવ બચ્યો હતો..
આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે ..જેમાં ટ્રેકટર ચાલક નદીના વહેણ વચ્ચે ટ્રેકટરને દોરી જાય છે.. થોડીક સેકન્ડ્સ સુધી તો કંઇ વાંધો નથી આવતો.. પરંતુ થોડેક આગળ જતા વરસાદને કારણે જમીન પોચી પડી ગઇ હોવાથી પાણીની નીચેની જમીનો હિસ્સો ધસી પડતા ટ્રેકટર પલટી ખાઇ જાય છે..અને એ સાથે જ ટ્રેક્ટર ચાલક પણ પાણીમાં પડે છે.. જો કે સદનીસબે ટ્રેકટર ચાલકનો બચાવ થયો હતો.