Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાળકી પર રખડતા ઢોરના અચાનક હુમલાને જોઇ તમારા આંખમાંથી પણ આવી જશે આંસુ, Video

રખડતા ઢોરના હુમલાના કારણે દેશભરમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઢોરના હુમલાના તમે ઘણા વીડિયો તમે જોયા જ હશે પણ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ તે જોઇને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. જીહા, આ વીડિયોમાં જોઇ...
બાળકી પર રખડતા ઢોરના અચાનક હુમલાને જોઇ તમારા આંખમાંથી પણ આવી જશે આંસુ  video
Advertisement

રખડતા ઢોરના હુમલાના કારણે દેશભરમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઢોરના હુમલાના તમે ઘણા વીડિયો તમે જોયા જ હશે પણ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ તે જોઇને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. જીહા, આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક બાળકી શાળામાંથી પરત ફરી રહી હતી તે દરમિયાન રસ્તામાં એક ગાય તેના પર અચાનક જ હુમલો કરે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, ગાય તે બાળકીને તેના શિંગડા વડે મારી રહી છે. અને બાળકી જમીન પર પડીને તેનાથી બચવાનો પ્રયત્ન કરી રહી છે.

સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ કેદ

Advertisement

આ ભયાનક વીડિયો ચેન્નાઈનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચેન્નઈના એમએમડીએ કોલોની વિસ્તારમાં બુધવારે 9 વર્ષની બાળકી તેની શાળાએથી ઘરે પરત ફરી રહી હતી. કોલોનીમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજમાં છોકરી તેના નાના ભાઈ અને માતા સાથે સ્કૂલ બેગ લટકાવીને આવી રહી હતી. આ દરમિયાન રસ્તામાં બે ગાયો ઉભી હતી, જ્યાથી તેઓ નીકળ્યા. અચાનક જ એક ગાય ભડકી અને છોકરીને તેના શિંગડા વડે મારવા લાગી અને પછી તેને નીચે ફેંકી દીધી. છોકરી નીચે પડી ગયા પછી પણ ગાય તેના પગ અને શિંગડા વડે તેને કચડી નાખવાનો પ્રયાસ કરતી રહી. વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમા જોઇ શકાય છે કે, બાળકી બૂમો પાડી રહી છે. બાળકી પર હુમલો થતો જોઈને માતા મદદ માટે બૂમો પાડવા લાગે છે, અવાજ સાંભળીને લોકો ઘરની બહાર દોડી આવી જાય છે અને બાળકીને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગાય સતત હુમલો કરતી રહે છે. કોઈ રીતે લોકોએ તેનો ભગાડી દીધી. છોકરીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.

Advertisement

રખડતા પશુઓના માલિકોને દંડ કરવામાં આવશે

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને ચેન્નઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સક્રિય થઈ ગયા છે. આ વિસ્તારમાં પશુ પકડવાની ટીમ મોકલીને હુમલો કરનાર ગાયને પકડી લેવામાં આવી છે. બંને ગાયોના માલિક વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરના માર્ગો પર મુક્તપણે રખડતા પશુઓની ઓળખ કરવામાં આવશે. જો તેઓ જાહેર જનતાને અસુવિધા પહોંચાડે છે અથવા પશુપાલનના અન્ય ધોરણોનું ઉલ્લંઘન કરે છે, તો આ પ્રાણીઓને પકડવામાં આવશે અને પછી તેમના માલિકો પાસેથી દંડ વસૂલવામાં આવશે.

આ પણ વાંચો - ખુલ્લા આકાશમાં ન્હાતી જોવા મળી Sofia Ansari, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×