Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચાલુ વર્ષે સોશિયલ મીડિયા પર આ છોકરીનો વીડિયો સૌથી વધુ વાર જોવાયો! જાણો એવું તો શું છે ખાસ?

સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ડાન્સ, એક્ટિંગ, મેકઅપ અને ટ્રાવેલિંગ સહિતના અલગ અલગ વીડિયો સામેલ છે. કેટલાક લોકોને મેકઅપથી જોડાયેલા વીડિયો જોવા ખૂબ જ ગમે છે. ત્યારે માર્કેટમાં પણ હાલના સમયમાં તમને ઘણા બધા...
ચાલુ વર્ષે સોશિયલ મીડિયા પર આ છોકરીનો વીડિયો સૌથી વધુ વાર જોવાયો  જાણો એવું તો શું છે ખાસ
Advertisement

સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ડાન્સ, એક્ટિંગ, મેકઅપ અને ટ્રાવેલિંગ સહિતના અલગ અલગ વીડિયો સામેલ છે. કેટલાક લોકોને મેકઅપથી જોડાયેલા વીડિયો જોવા ખૂબ જ ગમે છે. ત્યારે માર્કેટમાં પણ હાલના સમયમાં તમને ઘણા બધા સ્કિન શેડ્સ કે ફાઉંડેશન મળી જશે. જો કે, હવે તો પુરુષો માટે પણ મેકઅપ પ્રોડક્ટ આવવા લાગ્યા છે.

આજે અમે તેમને એક એવા મેકઅપ વીડિયો અંગે જણાવીશું, જેને વર્ષ 2023માં સોશિયલ મીડિયા પર સૌથી વધુ જોવામાં આવ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, ઇન્ફ્લુએન્સર અને મોડેલ ન્યાડોલી ડેંગના મેકઅપ ટ્યુટોરિયલને પ્રથમ સ્થાન મળ્યું છે. તે માર્ચમાં અપલોડ કર્યા બાદથી અત્યાર સુધીમાં 504 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટૉક પર સૌથી વધુ દેખાતા વીડિયોમાંથી આ એક બની ગયો છે. ન્યાડોલી એક ઘેરા રંગની બ્લેક મહિલા છે.

Advertisement

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Nyadollie (@nyadolliee)

ન્યાડોલીએ તેનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં તમે તેને મેકઅપના અલગ અલગ પ્રોડક્ટનો ઉપયોગ કરતા જોઈ શકો છો. ન્યાડોલીએ વીડિયોના કેપ્શનમાં જણાવ્યું કે, તેને ચહેરા પર અલગ અલગ કંપનીઓના પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો. સાથે જ કઈ કંપનીના કયાં પ્રોડેક્ટનો ઉપયોગ કર્યો તે પણ જણાવ્યું. જો કે, આ વીડિયો જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેના કૉમ્પલેક્શન સૌથી વધુ ખૂબસૂરત છે તેમ પણ કહ્યું.

આ પણ વાંચો- BSP સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત, ભત્રીજા આકાશ આનંદને ઉત્તરાધિકારી બનાવી સોંપ્યો વારસો

Tags :
Advertisement

.

×