Rajkot: મવડી વિસ્તારમાં કારમાં અચાનક ભભૂકી ઉઠી આગ, જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચા
- રાજકોટના મવડી વિસ્તારમાં કારમાં અચાનક લાગી આગ
- કોઈએ કારમાં આગ લગાડી હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા
- જૂની અદાવતના કારણે કારમાં આગ લગાવી હોવાની ચર્ચાઓ
- સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવામાં આવી
- સમગ્ર મામલે માલવિયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી
Rajkot: રાજકોટના મવડી મેઇન રોડ પાસે આવેલા મવડી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને સ્થાનિક લોકોમાં જૂની અદાવતને કારણે કોઈએ જાણીજોઈને કારમાં આગ લગાવી હોવાની ચર્ચા જોર પકડી રહી છે.
રાજકોટ મવડી વિસ્તારમાં કારમાં અચાનક આગ
મળતી માહિતી મુજબ ગત રાત્રે અચાનક કારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો અને થોડી જ વારમાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આ ઘટનાના દ્શ્યો મોબાઈલમાં કેદ થતાં વાયરલ થયા છે. આ ઘટનાને જોતા આસપાસના રહેવાસીઓ તુરંત દોડી આવ્યા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનામાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે.
જૂની અદાવત ના કારણે કારમાં કોઈએ આગ લગાવી હોવાની ચર્ચાઓ
સ્થાનિક લોકોમાં ચર્ચાઓછે કે, આ આગ જાણીજોઈને લગાવવામાં આવી છે. જૂની અદાવત ના કારણે કોઈએ કારમાં આગ લગાવી હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.
માલવિયા નગર પોલીસે હાથ ધરી તપાસ
આ ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે કારની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે આસપાસના લોકોના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસ બાદ જ હકીહકત સામે આવશે.
અહેવાલ: ગૌતમ ભેડા
આ પણ વાંચો: Mehsana | ચાંદનીએ 15થી વધુ યુવકો સાથે કર્યા હતા લગ્ન..!


