Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asian Games 2023 : ભારતની દીકરીઓએ ચોથા દિવસે શૂટિંગમાં સિલ્વર બાદ જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સમાં ચોથા દિવસે ભારતે સિલ્વર મેડલ સાથે શરૂઆત કરી હતી. ભારતે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સિફ્ટ કૌર સામરા, માનિની ​​કૌશિક અને આશી ચોકસીએ 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ...
asian games 2023   ભારતની  દીકરીઓએ ચોથા દિવસે શૂટિંગમાં સિલ્વર બાદ જીત્યો ગોલ્ડ
Advertisement

એશિયન ગેમ્સમાં ચોથા દિવસે ભારતે સિલ્વર મેડલ સાથે શરૂઆત કરી હતી. ભારતે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સિફ્ટ કૌર સામરા, માનિની ​​કૌશિક અને આશી ચોકસીએ 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ચીનના નામે આવી ગયો છે.આ સાથે જ ભારતે અત્યારસુધીમાં 4 ગોલ્ડ સહિત કુલ 16 મેડલ જીતી છે.

Advertisement

એશિયન ગેમ્સ 2023માં ભારતે જીતેલો આ ચોથો ગોલ્ડ મેડલ છે. ભારતે તેનો બીજો ગોલ્ડ મેડલ માત્ર શૂટિંગમાં જ જીત્યો હતો. આ પહેલા ભારતે પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે આ વખતે ભારતે રાઈફલથી નહીં પરંતુ પિસ્તોલથી સોનાને નિશાન બનાવ્યું છે.

Advertisement

આજે ચોથા દિવસે ભારતે બીજો મેડલ જીત્યો

પિસ્તોલ ટીમમાં મનુ ભાકર ( Manu Bhaker), ઈશા સિંહ (Esha Singh) અને રિધમ સાંગવા (Rhythm Sangwan )ને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતને સ્પર્ધાના પહેલા દિવસે પાંચ, બીજા દિવસે છ અને ત્રીજા દિવસે ત્રણ મેડલ મળ્યા હતા. ભારત મેડલ ટેબલમાં કુલ 16 મેડલ સાથે છઠ્ઠા (India is at sixth position in the medal table) ક્રમે છે. આજે શૂટિંગ ટીમે તેનો પ્રથમ મેડલ (shooting team won its first medal) જીત્યો હતો. આજે ચોથા દિવસે પણ ઘણા મેડલની આશા છે.

એશિયન ગેમ્સના ઈતિહાસમાં પહેલીવાર ગોલ્ડ મેડલ

ગઈકાલે ભારતે હોર્સ રાઈડિંગના 41 વર્ષોના ઈતિહાસમાં એશિયન ગેમ્સમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય હોર્સ રાઇડરોએ ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરતા 209.205 પોઈન્ટ્સ મેળવ્યા હતા. દિવ્યકીર્તિને 68.176, હૃદયને 69.941 અને અનુશને 71.088 પોઈન્ટ્સ મળ્યા હતા. ભારતીય ટીમ ચીનથી 4.5 પોઈન્ટ્સ આગળ રહી હતી.

આ  પણ   વાંચો -WORLD CUP 2023 : વર્લ્ડ કપ માટે શ્રીલંકા ટીમની જાહેરાત, આ સ્ટાર ખેલાડી થયો બહાર

Tags :
Advertisement

.

×