Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WC 2023: વર્લ્ડ કપની હારને લઈ રોહિત શર્માનું છલકાયું દર્દ! કહ્યું - તે હાર અમારા માટે...

ભારતીય ક્રિકેટ ટીમ 26 ડિસેમ્બરથી સાઉથ આફ્રિકા વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત કરશે. જો કે, આ પહેલા કેપ્ટન રોહિત શર્માએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે અને વિશ્વ કપની હાર અંગે વાત કરી છે. આ સાથે રોહિત શર્માએ કે.એલ. રાહુલની...
wc 2023  વર્લ્ડ કપની હારને લઈ રોહિત શર્માનું છલકાયું દર્દ  કહ્યું   તે હાર અમારા માટે
Advertisement

ભારતીય ક્રિકેટ ટીમ 26 ડિસેમ્બરથી સાઉથ આફ્રિકા વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત કરશે. જો કે, આ પહેલા કેપ્ટન રોહિત શર્માએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે અને વિશ્વ કપની હાર અંગે વાત કરી છે. આ સાથે રોહિત શર્માએ કે.એલ. રાહુલની બેટિંગ પોઝિશન અંગે પણ તસવીર સ્પષ્ટ કરી છે.

'તે હાર અમારા માટે ખૂબ મુશ્કેલ હતી'

Advertisement

વર્લ્ડ કપની હાર અંગે વાત કરતા રોહિત શર્માએ મીડિયાને જણાવ્યું કે, સંપૂર્ણ ટુર્નામેન્ટ દરમિયાન અમારું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું. પરંતુ, દુર્ભાગ્યપૂર્ણ અમે વર્લ્ડ કપનું ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યા. વર્લ્ડ કપ ફાઇનલમાં હાર આપણા બધા માટે મોટો આંચકો હતો. અમે છેલ્લા ઘણા વર્ષોથી આ માટે ખૂબ જ મહેનત કરી હતી અને તમે જોયું કે અમે પ્રથમ 10 મેચમાં કેવા પ્રકારનું ક્રિકેટ રમ્યા હતા." રોહિત શર્માએ આગળ કહ્યું કે, અમે ફાઇનલમાં કેટલીક ભૂલો કરી હતી, જેના કારણે અમારે પરિણામ ભોગવવું પડ્યું. તે હાર અમારા માટે ખૂબ મુશ્કેલ હતી, પરંતુ આપણે હિંમત ભેગી કરવી પડશે અને તેનાથી આગળ વધવું પડશે.'

Advertisement

મીડિલ ઑર્ડરમાં રમશે રાહુલ

રોહિત શર્માએ કહ્યું કે, ફાઇનલની હારમાંથી બહાર આવવામાં મને ઘણો સમય લાગ્યો. અંતિમ હાર પછી અમને બહારની દુનિયાનો ઘણો સપોર્ટ મળ્યો, જેની મદદથી ખાસ કરીને હું તે હારમાંથી બહાર આવવામાં સફળ રહ્યો." કે.એલ. રાહુલ અંગે વાત કરતા રોહિતે કહ્યું કે, સાઉથ આફ્રિકા સામે બે મેચોની ટેસ્ટ સીરિઝમાં તે મીડિલ ઓર્ડરમાં રમશે અને રાહુલ વિકેટકીપરની જવાબદારી નિભાવશે. રોહિતે કહ્યું કે, રાહુલ પર તેણે ઘણો વિશ્વાસ છે અને તે પોતે આ ભૂમિકાને ભજવવા માટે ઉત્સુક છે.

આ પણ વાંચો - INDW vs AUSW : વનડે અને T20 સીરિઝ માટે ટીમની જાહેરાત, આ બે યુવા ખેલાડીને વનડેમાં મળી એન્ટ્રી

Tags :
Advertisement

.

×