Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Cup 2023 : આજે પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે મેચ,જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

વર્લ્ડ કપ 2023ની બીજી મેચ આજે પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. ડચ ટીમ પાકિસ્તાનનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નેધરલેન્ડ ચોથી વખત વર્લ્ડ કપમાં...
world cup 2023   આજે પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે મેચ જાણો હેડ ટુ હેડ રેકોર્ડ
Advertisement

વર્લ્ડ કપ 2023ની બીજી મેચ આજે પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. ડચ ટીમ પાકિસ્તાનનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નેધરલેન્ડ ચોથી વખત વર્લ્ડ કપમાં રમી રહ્યું છે. પાકિસ્તાન સામે ટીમનો રેકોર્ડ સારો રહ્યો નથી. બંને ટીમો વચ્ચેની મેચોમાં પાકિસ્તાનનો દબદબો રહ્યો છે.

પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે પ્રથમ મેચ 26 ફેબ્રુઆરી 1996ના રોજ લાહોરમાં રમાઈ હતી. બંને ટીમો વચ્ચે કુલ 6 ODI મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાને તમામ મેચ જીતી છે. બંને વચ્ચે છેલ્લી મેચ 21 ઓગસ્ટ 2022ના રોજ રમાઈ હતી. પાકિસ્તાને આ મેચ 9 રને જીતી લીધી હતી. હવે બાબર આઝમની બ્રિગેડ આ જીતનો સિલસિલો ચાલુ રાખવા મેદાનમાં ઉતરશે.

Advertisement

Advertisement

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પિચ રિપોર્ટ

હૈદરાબાદની પિચ ફ્લેટ છે. આઉટફિલ્ડ અહીં ઝડપી છે. જે બેટ્સમેનોને મદદ કરે છે. જેમ જેમ રમત આગળ વધે છે તેમ બેટ્સમેન માટે રન બનાવવાનું સરળ બને છે. આ મેદાન પર ઝડપી બોલરોને વધારે મદદ મળતી નથી. આ સ્ટેડિયમમાં સાત આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 4 મેચ જીતી છે. જ્યારે ચેઝ કરનાર ટીમે 3 મેચ જીતી છે.

હૈદરાબાદનું હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે હૈદરાબાદમાં વરસાદની કોઈ શક્યતા નથી. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે. રાત્રિના સમયે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના છે.

પાકિસ્તાન ટીમ: બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફકર ઝમાન, ઈમામ-ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, સલમાન અલી આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હરિસ રઉફ, હસન અલી, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ.

નેધરલેન્ડ્સની ટીમ: સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), વિક્રમજીત સિંઘ, મેક્સ ઓ'ડાઉડ, વેસ્લી બેરેસી, બાસ ડી લીડે, કોલિન એકરમેન, તેજા નિદામાનુરુ, રોલોફ વાન ડેર મેરવે, સાકિબ ઝુલ્ફીકાર, લોગાન વાન બીક, પોલ વાન મીકરેન, રેયાન ક્લાઈન, આર્યન દત્ત, સેબ્રીન એન્જેલબ્રેક્ટ, શરીજ અહેમદ.

આ  પણ  વાંચો-ASIAN GAMES 2023 : ભારતીય ક્રિકેટ ટીમ ગોલ્ડથી એક ડગલું દૂર

Tags :
Advertisement

.

×