ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દક્ષિણ આફ્રિકાના 3 ખેલાડીઓની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ

ક્રિકેટને એકવાર ફરી શરમસાર કરતી ઘટના દક્ષિણ  આફ્રિકાના 3 ખેલાડીઓ મેચ ફિક્સીંગના આરોપમાં દોષી લોનવાબો ત્સોત્સોબે, થમસંકા સોલેકિલે અને ઇથી મ્બાલતી દોષી Match-Fixing Charges : ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન બોલર લોનવાબો સોત્સોબે ​​(Lonwabo Tsotsobe) સહિત 3 દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓની...
01:24 PM Nov 30, 2024 IST | Hardik Shah
ક્રિકેટને એકવાર ફરી શરમસાર કરતી ઘટના દક્ષિણ  આફ્રિકાના 3 ખેલાડીઓ મેચ ફિક્સીંગના આરોપમાં દોષી લોનવાબો ત્સોત્સોબે, થમસંકા સોલેકિલે અને ઇથી મ્બાલતી દોષી Match-Fixing Charges : ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન બોલર લોનવાબો સોત્સોબે ​​(Lonwabo Tsotsobe) સહિત 3 દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓની...
3 South African players match-fixing charges

Match-Fixing Charges : ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન બોલર લોનવાબો સોત્સોબે ​​(Lonwabo Tsotsobe) સહિત 3 દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય પર મેચ ફિક્સિંગનો આરોપ છે. ત્રણેયને વર્ષ 2015-16માં રમાયેલી રૈમસ્લેમ T20 મેચમાં ફિક્સિંગ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે.

દક્ષિણ આફ્રિકાના 3 ખેલાડીઓ પર મેચ ફિક્સીંગ કેસમાં ધરપકડ

ક્રિકેટને એકવાર ફરી શરમસાર કરતી એક ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ત્રણ ખેલાડીઓ લોનવાબો ત્સોત્સોબે, થમસંકા સોલેકિલે અને ઇથી મ્બાલતીની ભ્રષ્ટાચારના 5 ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે પ્રિવેન્શન એન્ડ કોમ્બેટિંગ ઓફ કરપ્ટ એક્ટિવિટી એક્ટ, 2004ની કલમ 15 હેઠળ ભ્રષ્ટાચારના આરોપો દાખલ કરવામાં આવ્યા છે. આમાં અન્ય વ્યક્તિ પાસેથી કોઈપણ પ્રકારની લાંચ લેવી અથવા આપવાનો પ્રયાસ સામેલ છે. આ કોઈ પણ રમતગમતની ઈવેન્ટને નબળી કરવા અને તેના માટે ખતરો છે. 2015/2016 T20 રૈમસ્લેમ ચેલેન્જ દરમિયાન ભૂતપૂર્વ ખેલાડીઓ લોનવાબો ત્સોત્સોબે, થમસંકા સોલેકિલે અને ઇથી મ્બાલતી મેચ ફિક્સિંગ કૌભાંડમાં સામેલ હતા. ડિરેક્ટોરેટ ઑફ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન (DPCI) એ શુક્રવારે આ ત્રણની ધરપકડ કરી હતી.

3 ખેલાડીઓની સુનાવણી ફેબ્રુઆરી 2025માં

એક અહેવાલ મુજબ, ઇથી મ્બાલતીની 18 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ત્સોલેકિલે અને ત્સોત્સોબેની અનુક્રમે 28 અને 29 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. આ ક્રિકેટરોની ધરપકડ DPCI ના ગંભીર ભ્રષ્ટાચાર તપાસ એકમ દ્વારા વ્યાપક તપાસ બાદ કરવામાં આવી હતી, જે ઓક્ટોબર 2016માં વ્હિસલબ્લોઅર રિપોર્ટ બાદ હાથ ધરવામાં આવી હતી. અહેવાલ મુજબ, લોનવાબો ત્સોત્સોબે, થામી ત્સોલેકિલે અને એથી મ્ભાલાટી એ 7 ક્રિકેટરોમાં સામેલ છે જેમને ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા 2016 અને 2017માં T20 ટૂર્નામેન્ટ દરમિયાન મેચ ફિક્સિંગ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તેમના તાર 2015-16 RAM સ્લેમ ચેલેન્જ ટુર્નામેન્ટ સાથે જોડાયેલા છે. 7 ખેલાડીઓમાંથી ગુલામ બોદી જેલમાં જઈ ચૂક્યા છે. જ્યારે જીન સિમ્સ અને પુમી માતશિકવેને દોષી કબૂલ્યા બાદ સસ્પેન્ડેડ સજા આપવામાં આવી હતી. જે 3 ખેલાડીઓની હાલમાં જ ધરપકડ કરવામાં આવી છે. તેમની સુનાવણી ફેબ્રુઆરી 2025 સુધી મુલતવી રાખવામાં આવી છે.

ભારત સામે છેલ્લી ODI મેચ રમાઈ હતી

લોનવાબો ત્સોત્સોબેએ દક્ષિણ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 થી વધુ વિકેટ લીધી છે. તેમણે 2009માં આફ્રિકન ટીમ માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે તેની છેલ્લી વનડે 2013માં ભારત સામે રમી હતી. લોનવાબોએ આફ્રિકા માટે ટેસ્ટમાં 9 વિકેટ, વનડેમાં 94 વિકેટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 18 વિકેટ લીધી છે.

આ પણ વાંચો:  ક્રિકેટ જગતમાં માતમ, ચાલુ મેચે મેદાનમાં ખેલાડીનું મોત! Video Viral

Tags :
2015-16 T20 Tournament ControversyCricketCricket NewsCricket South Africa Corruption CaseDPCI Investigation in CricketEthy MbhalatiEthy Mbhalati ArrestedFormer World No. 1 Bowler ArrestedGujarat FirstGulam Bodi Imprisonment for Match FixingHardik ShahLatest Cricket NewsLomwabo TsotsobeLonwabo TsotsobeLonwabo Tsotsobe arrestLonwabo Tsotsobe Career StatsLonwabo Tsotsobe Match Fixing CaseLonwabo Tsotsobe odi careermatch fixingMatch Fixing in CricketPrevention and Combating of Corrupt Activities Act 2004RAM Slam T20 Match Fixing Scandalsouth africa cricket teamSouth Africa cricketersSouth Africa Cricketers ArrestedSouth Africa Match Fixing Trial 2025south africa playersThami TsolekileThami Tsolekile Corruption ChargesWhistleblower Report on Match Fixing
Next Article