Abhishek Sharma Celebration : અભિષેક શર્માએ આંગળી ઉંચી કરીને ઉજવણી કેમ કરી? પોતે જ કરી સ્પષ્ટતાં
- અભિષેક શર્માની L સેલિબ્રેશન અંગે વિવાદો શરૂ (Abhishek Sharma Celebration)
- સોશિયલ મીડિયા આ સેલિબ્રેશનની થઈ રહી છે ચર્ચા
- સમગ્ર મામલે અભિષેક શર્માએ કરી સ્પષ્ટતાં
Abhishek Sharma Celebration : એશિયા કપ 2025ના સુપર ફોર મુકાબલામાં ભારતે પાકિસ્તાન સામે 6 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો. આ જીતમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરતા શાનદાર અડધી સદી ફટકારી. આ પર્ફોર્મન્સથી ક્રિકેટ ચાહકોને ખુશ કર્યા, પણ તેની ઉજવણીએ નવો વિવાદ ઊભો કર્યો હતો. આ ઉજવણીને પાકિસ્તાની ઓપનર સાહિબઝાદા ફરહાનના 'ગન શૉટ' ઈશારા સાથે જોડીને જોવામાં આવી રહી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, હવે અભિષેક શર્માએ પોતે જ આ અંગે સ્પષ્ટતા કરી છે.
અભિષેકની ઉજવણીનો અર્થ (Abhishek Sharma Celebration)
પાકિસ્તાન સામેની મેચ પછી, અભિષેક શર્માએ કપ્તાન સૂર્યકુમાર યાદવ સાથે BCCIને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ અંગે વાત કરી. તેણે જણાવ્યું કે, તેની ઉજવણી દેશ માટે અને દેશના લોકો માટે હતી. તેણે કહ્યું, "આ ઉજવણી પ્રેમનો સંકેત હતી. દેશભરમાંથી લાખો લોકો અમને જુએ છે અને પ્રેમ કરે છે, તેમના માટે મેં આ રીતે ઉજવણી કરી હતી. હું આઈપીએલમાં પણ આવું જ કરું છું."
ABHISHEK SHARMA TALKS ABOUT HIS CELEBRATION:
"This is L, L means love, the celebration is for those who love the Indian Cricket team". pic.twitter.com/em3SP0DSVD
— Johns. (@CricCrazyJohns) September 22, 2025
આ ઉજવણી ભારત માટે હતી? (Abhishek Sharma Celebration)
સૂર્યકુમાર યાદવે હસતા હસતા ફરીથી પૂછ્યું, "સારું, આ ઉજવણી ભારત માટે હતી?" આ ઘટનાને પાકિસ્તાન પર એક તીક્ષ્ણ કટાક્ષ તરીકે જોવામાં આવી રહી છે. સૂર્યકુમાર યાદવે ઈશારામાં જ સમજાવી દીધું કે ભારત તરફથી આવી કોઈ હલકી હરકત થતી નથી, જ્યારે પાકિસ્તાન તરફથી આવી પ્રતિક્રિયા જોવા મળી હતી. ભારતીય ટીમ દ્વારા જે પણ કરવામાં આવ્યું તે પોતાના દેશ માટે હતું.
ગિલ સાથેની પાર્ટનરશિપ વિશે
અભિષેકે શુભમન ગિલ સાથેની પોતાની પાર્ટનરશીપ વિશે પણ વાત કરી. તેણે કહ્યું, "અમે અંડર-12થી સાથે રમીએ છીએ, એટલે અમને ખબર છે કે કયો ખેલાડી કયો શૉટ મારવાનો છે." આ કારણોસર તેમના બંને વચ્ચેનું તાલમેલ ખૂબ જ સારું છે. અભિષેકે એ પણ જણાવ્યું કે, સતત સારું પ્રદર્શન કરવા માટે કોચ અને કેપ્ટનનો સહયોગ ખૂબ જ મહત્ત્વનો હોય છે.
આ પણ વાંચો : India vs Pakistan ની થઈ શકે છે ફરી ટક્કર, જાણો ક્યાં અને ક્યારે થશે મુકાબલો?


