Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asia Cup 2025 માટે અફઘાનિસ્તાનની પ્રીલિમિનિરી ટીમની જાહેરાત !

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ UAE ની ધરતી પર ટ્રાઈ સિરીઝમાં ભાગ લેશે, જેમાં તે પાકિસ્તાન અને UAE સામે રમશે.
asia cup 2025 માટે અફઘાનિસ્તાનની પ્રીલિમિનિરી ટીમની જાહેરાત
Advertisement
  • એશિયા કપ 2025 સપ્ટેમ્બર મહિનામાં રમાશે.
  • આ વખતે આ ટુર્નામેન્ટ UAE ની ધરતી પર રમાશે
  • અફઘાનિસ્તાન ટીમે પ્રીલિમિનિરી કરી જાહેરાત
  • રહેમાનુલ્લાહ ગુરબાઝનો પણ ટીમમાં સામેલ

Asia Cup 2025 : એશિયા કપ 2025 સપ્ટેમ્બર (Asia cup 2025 )મહિનામાં રમાશે. આ વખતે આ ટુર્નામેન્ટ UAE ની ધરતી પર રમાશે, જેમાં કુલ 8 ટીમો ભાગ લેશે. આગામી ટુર્નામેન્ટ માટે બધી ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.અફઘાનિસ્તાન ટીમે(Afghanistan Cricket) ટ્રેનિંગ કેમ્પ માટે પોતાની પ્રીલિમિનિરી ટીમની જાહેરાત કરી છે. જેથી ટ્રાઈ સિરીઝ અને Asia cup 2025 માટે તેની તૈયારીઓ સારી રીતે થઈ શકે.

Advertisement

રાશિદ ખાન બન્યો ટીમનો કેપ્ટન

ટ્રાઈ સિરીઝ અને એશિયા કપ પહેલા અફઘાનિસ્તાનની ટીમ યુએઈમાં બે અઠવાડિયાના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે. હવે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્રેનિંગ કેમ્પ માટે રાશિદ ખાનને પ્રીલિમિનિરી ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ટીમમાં કુલ 22 ખેલાડીઓને તક મળી છે.

Advertisement

એશિયા કપ 2025 માં અફઘાનિસ્તાનનું શેડ્યુલ Asia Cup 2025

  • 9 સપ્ટેમ્બર - અફઘાનિસ્તાન વિ હોંગકોંગ, અબુ ધાબી
  • 16 સપ્ટેમ્બર - બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન, અબુ ધાબી
  • 18 સપ્ટેમ્બર - શ્રીલંકા વિ અફઘાનિસ્તાન, અબુ ધાબી

આ પણ  વાંચો -WWE અને AEW વચ્ચે નવો વિવાદ સર્જાયો, ટોની ખાને ગંભીર આરોપ લગાવ્યા

ગુરબાઝનો પણ ટીમમાં સમાવેશ

ટીમમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ અને સેદિકુલ્લાહ અટલ જેવા ખેલાડીઓને તક મળી છે. આ ખેલાડીઓએ છેલ્લા કેટલાક સમયથી ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે અને ઘણી મેચો પણ જીતી છે. ફઝલહક ફારૂકી અને નવીન ઉલ હક બોલિંગ એટેકની જવાબદારી સંભાળતા જોવા મળશે.

આ પણ  વાંચો-WTC Points Table : ટીમ ઈન્ડિયાની મોટી છલાંગ,ઇંગ્લેન્ડને થયું મોટું નુકસાન,જુઓ નંબર-1 કોણ છે?

એશિયા કપ 2025 પહેલા અફઘાનિસ્તાનની ટીમ રમશે ટ્રાઈ સિરીઝ

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ UAE ની ધરતી પર ટ્રાઈ સિરીઝમાં ભાગ લેશે, જેમાં તે પાકિસ્તાન અને UAE સામે રમશે. આ પછી ટીમ એશિયા કપ 2025 માં ભાગ લેશે. આગામી ટુર્નામેન્ટ માટે ટીમને ગ્રુપ B માં સામેલ કરવામાં આવી છે, જ્યાં તેના સિવાય બાંગ્લાદેશ, શ્રીલંકા અને હોંગકોંગની ટીમોનો સમાવેશ થાય છે. એશિયા કપ 2025માં, અફઘાન ટીમ 9 સપ્ટેમ્બરે હોંગકોંગ સામે પોતાની પહેલી મેચ રમશે. આ પછી તે 16 સપ્ટેમ્બરે બાંગ્લાદેશનો સામનો કરશે.

Tags :
Advertisement

.

×