IPL માં રસેલ યુગનો અંત: હવે KKR ના ડગઆઉટમાં ગુંજશે 'પાવર કોચ'નો અવાજ!
- ધાકડ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે IPLમાંથી નિવૃત્તિ લીધી (Andre Russell Ipl Retirement)
- KKR એ તેમને આગામી સિઝન માટે 'પાવર કોચ' તરીકે જોડ્યા
- રસેલની કુલ સંપત્તિ (Net Worth) લગભગ ₹142 કરોડ જેટલી છે
- તેમની પાસે Mercedes AMG GT R અને Nissan GTR જેવી મોંઘી ગાડીઓ છે
- રસેલ હવે મેદાનની બહાર KKRની રણનીતિ બનાવતા જોવા મળશે
Andre Russell Ipl Retirement : ક્રિકેટના મેદાન પર પોતાના લાંબા છગ્ગાઓથી બોલરોને પરસેવો છોડાવનાર વેસ્ટ ઈન્ડિઝના ધાકડ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ (Andre Russell) એ IPL માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 'મસલ રસેલ'ના નામથી જાણીતા આ ખેલાડીએ ભલે IPL રમવાનું છોડી દીધું હોય, પરંતુ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સાથેનો તેમનો સબંધ પૂરો થયો નથી.
IPL 2026ના મેગા ઓક્શન પહેલા KKR એ રસેલને રિટેન કર્યા ન હતા, જેના કારણે એવી અટકળો હતી કે તે કદાચ કોઈ અન્ય ટીમ તરફથી રમશે, પરંતુ રસેલે IPL માંથી નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.
બેટથી નહીં, હવે અનુભવથી ટીમ જીતાડશે રસેલ (Andre Russell Ipl Retirement)
જોકે, KKR ના ચાહકો માટે એક મોટા ખુશખબર છે. આન્દ્રે રસેલ હવે બેટથી નહીં, પરંતુ પોતાના બહોળા અનુભવથી ટીમને જીતાડશે. તે આગામી સિઝન માટે KKR ના 'પાવર કોચ' (Power Coach) તરીકે ટીમ સાથે જોડાઈ ગયા છે. રિટાયરમેન્ટના આ ભાવુક સમાચાર વચ્ચે, રસેલની આલીશાન લાઈફસ્ટાઈલ અને તેમની નેટવર્થના આંકડા જાણીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ શકે છે. ચાલો જાણીએ, મેદાનની બહાર 'કિંગ'ની જેમ જીવતા રસેલ વાસ્તવિક જીવનમાં કેટલા ધનવાન છે.
નેટવર્થનો 'છગ્ગો': 142 કરોડના માલિક છે રસેલ (Andre Russell Ipl Retirement)
મેદાન પર રસેલની સ્ટ્રાઇક રેટ જેટલી ઊંચી રહે છે, એટલી જ ઝડપથી તેમની કમાણીનો ગ્રાફ પણ ઉપર ગયો છે. રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2025 સુધીમાં આન્દ્રે રસેલની કુલ સંપત્તિ (Net Worth) લગભગ 16 મિલિયન ડોલર (ભારતીય રૂપિયામાં આશરે 142 કરોડ) જેટલી છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોત માત્ર IPL કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી. KKR એ તેમને છેલ્લી સિઝનમાં ₹12 કરોડમાં રિટેન કર્યા હતા. આ સિવાય, તેઓ CPL, BPL, PSL અને ગ્લોબલ T20 કેનેડા જેવી વિશ્વભરની લીગ્સના સૌથી મોંઘા ખેલાડીઓમાંના એક રહ્યા છે. રસેલ ફિટનેસ બ્રાન્ડ્સ, સ્પોર્ટ્સ ગિયર અને ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે પણ પ્રખ્યાત ચહેરો છે.
🚨 ANDRE RUSSELL HAS ANNOUNCED HIS RETIREMENT FROM THE IPL. 🚨
- Thank you for the memories, Russell. ❤️ pic.twitter.com/bF2Wcjh1tp
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 30, 2025
ગેરેજમાં 'રફતારના સોદાગર' વાહનોનો જમાવડો
રસેલ માત્ર મેદાન પર જ ઝડપી નથી, તેમને રફતારનો શોખ રસ્તાઓ પર પણ છે. તેમનો કાર કલેક્શન કોઈ હોલીવુડ સ્ટારથી ઓછો નથી. રસેલ પાસે 2.71 કરોડ રૂપિયાની Mercedes-Benz AMG GT R (જે તેમણે IPL પછી પોતાને ગિફ્ટ કરી હતી), લગભગ 2.12 કરોડ રૂપિયાની Nissan GTR, 1.74 કરોડની BMW M5 અને 1 કરોડની Mercedes-Benz GLE જેવી લક્ઝરી ગાડીઓનો સંગ્રહ છે.
જમૈકામાં 'મહેલ' જેવું આલિશાન ઘર
આન્દ્રે રસેલ જમૈકામાં એક અત્યંત સુંદર અને આલિશાન વિલાના માલિક છે. તેઓ ત્યાં પોતાની પત્ની જેસિમ લોરા (Jassym Lora) અને દીકરી સાથે રહે છે. તેમના ઘરમાં પાર્ટી એરિયાથી લઈને હાઇ-ટેક જીમ સુધીની તમામ સુવિધાઓ હાજર છે. જેસિમ લોરા, જે IPL દરમિયાન રસેલને ચીયર કરતી જોવા મળતી હતી, તે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે અને રસેલની ગ્લેમરસ લાઈફસ્ટાઈલમાં ચાર ચાંદ લગાવે છે.
એક યુગનો અંત: કોચ તરીકે શરૂ થઈ બીજી ઈનિંગ્સ
નોંધનીય છે કે રસેલે આ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. હવે IPLમાંથી નિવૃત્તિ બાદ, એક ખેલાડી તરીકેની તેમની સફર થંભી ગઈ છે, પરંતુ એક મેન્ટર અને કોચ તરીકે તેમની 'બીજી ઇનિંગ્સ'નો શુભારંભ થઈ ચૂક્યો છે. KKR ના ચાહકો હવે તેમના માનીતા ખેલાડીને ડગઆઉટમાં બેસીને ટીમ માટે રણનીતિ બનાવતા જોશે.
આ પણ વાંચો : IND vs SA ODI : ભારતની ટીમની શાનદાર જીત પાછળ જવાબદાર છે આ હીરોઝ


