Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

14 વર્ષના Vaibhav Suryavanshi સામે ઓસ્ટ્રેલિયન બોલરો ઘૂંટણીયે, ફટકાર્યા 11 ચોગ્ગા-છગ્ગા

Vaibhav Suryavanshi : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી યુથ વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાના યુવા ક્રિકેટરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પ્રથમ મેચમાં 7 વિકેટે સરળ જીત મેળવ્યા બાદ, બીજી મેચમાં પણ ભારતીય અંડર-19 ટીમના બેટ્સમેનોએ પ્રભુત્વ જમાવ્યું.
14 વર્ષના vaibhav suryavanshi સામે ઓસ્ટ્રેલિયન બોલરો ઘૂંટણીયે  ફટકાર્યા 11 ચોગ્ગા છગ્ગા
Advertisement
  • 14 વર્ષના Vaibhav Suryavanshi નું ધમાકેદાર પ્રદર્શન
  • ઓસ્ટ્રેલિયામાં 70 રન ફટકારી ક્રિકેટ જગતને ચોંકાવ્યા
  • ભારતનો નવો સ્ટાર : યુથ વનડેમાં વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ
  • વૈભવ સૂર્યવંશીએ બતાવ્યો દમ, ઓસ્ટ્રેલિયામાં યુવા બેટ્સમેનનો વિસ્ફોટ
  • ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય : 14 વર્ષના વૈભવે ઓસ્ટ્રેલિયન બોલરોને પાણી પાાયું

Vaibhav Suryavanshi : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી યુથ વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાના યુવા ક્રિકેટરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પ્રથમ મેચમાં 7 વિકેટે સરળ જીત મેળવ્યા બાદ, બીજી મેચમાં પણ ભારતીય અંડર-19 ટીમના બેટ્સમેનોએ પ્રભુત્વ જમાવ્યું. આ મેચમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર ખેલાડી 14 વર્ષનો ડાબોડી બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રહ્યો, જેણે ધમાકેદાર ઇનિંગ રમતા 70 રન ફટકારીને બધાને પ્રભાવિત કર્યા.

વૈભવની ઇનિંગ્સ

બીજી યુથ વનડેમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી નહોતી. ઇનિંગના બીજા જ બોલ પર ટીમ ઈન્ડિયાએ કેપ્ટન આયુષ મ્હાત્રેના રૂપમાં પહેલી વિકેટ ગુમાવી દીધી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં, યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પાંચમા ક્રમે બેટિંગ કરવા આવેલા વિહાન મલ્હોત્રા સાથે મળીને ઇનિંગ સંભાળી. શરૂઆતમાં, વૈભવે ખૂબ જ સાવધાનીપૂર્વક બેટિંગ કરી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ 10 ઓવરમાં માત્ર 39 રન બનાવ્યા. પરંતુ, એકવાર સેટ થયા પછી, વૈભવે ઓસ્ટ્રેલિયન બોલરો પર આક્રમક પ્રહાર શરૂ કર્યા. તેણે માત્ર 54 બોલમાં જ પોતાની અર્ધસદી પૂરી કરી અને મોટા શોટ્સ રમવાનું ચાલુ રાખ્યું.

Advertisement

Advertisement

સદી ચૂકી, પણ પ્રદર્શન યાદગાર રહ્યું

વૈભવ સૂર્યવંશી પોતાની આકર્ષક ઇનિંગને સદીમાં ફેરવી શક્યો નહીં. તેને ભારતીય મૂળના ખેલાડી યશ દેશમુખ દ્વારા 70 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરવામાં આવ્યો. જોકે, 68 બોલમાં 70 રન બનાવવાની તેની ઇનિંગમાં તેણે 6 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા, જેનો સ્ટ્રાઇક રેટ 102.94 હતો. આ પહેલા, પહેલી યુથ વનડેમાં પણ વૈભવે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 38 રન બનાવ્યા, પણ તે 38 રન ઝડપી હતા અને તે ટીમને એક મજબૂત શરૂઆત આપવામાં સફળ રહ્યો. પહેલી મેચમાં તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો, જે દર્શાવે છે કે તે શરૂઆતથી જ આક્રમક રમત રમવાનું પસંદ કરે છે.

Vaibhav Suryavanshi ભારતીય ક્રિકેટનું ભવિષ્ય

વૈભવ સૂર્યવંશી છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. 14 વર્ષની નાની ઉંમરે તે જે રીતે પરિપક્વતા અને આક્રમકતાનું સંયોજન દર્શાવી રહ્યો છે, તે ખૂબ જ આશાસ્પદ છે. ઓસ્ટ્રેલિયાની પીચ પર, જ્યાં પરિસ્થિતિઓ ભારતીય બેટ્સમેનો માટે પડકારરૂપ હોય છે, ત્યાં વૈભવનું આ પ્રદર્શન તેની પ્રતિભા અને માનસિક દ્રઢતાને સાબિત કરે છે. યુથ ક્રિકેટમાં વૈભવ જેવા ખેલાડીઓનું ઉભરવું ભારતીય ક્રિકેટ માટે એક શુભ સંકેત છે. તેના પ્રદર્શને સાબિત કરી દીધું છે કે ભારતમાં યુવા પ્રતિભાઓની કોઈ કમી નથી અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાને સાબિત કરવા માટે તૈયાર છે. ભવિષ્યમાં, વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયા માટે એક મોટો સ્ટાર બની શકે છે. તેના પ્રદર્શન પર ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોની નજર રહેશે.

ક્રિકેટના ઇતિહાસનો સૌથી યુવા સદી ફટકારનાર ખેલાડી

ઉલ્લેખનીય છે કે, માત્ર 14 વર્ષની નાની ઉંમરે, વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટ જગતમાં પોતાનું નામ રોશન કર્યું છે. તેની અસાધારણ પ્રતિભા અને શાનદાર પ્રદર્શને તેને અનેક રેકોર્ડ્સનો માલિક બનાવ્યો છે. સ્પર્ધાત્મક ક્રિકેટના 170 વર્ષના લાંબા ઇતિહાસમાં, વૈભવ સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. તેણે આ સિદ્ધિ માત્ર 13 વર્ષ અને 188 દિવસની ઉંમરે હાંસલ કરી, જે ખરેખર અવિશ્વસનીય છે. આ ઉપરાંત, વૈભવના નામે એક વધુ રેકોર્ડ નોંધાયો છે - તે એક જ ઇનિંગમાં ભારતીય ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ ધરાવે છે. આ યુવા ખેલાડીની આક્રમક બેટિંગ અને પરિપક્વ રમત શૈલી સૂચવે છે કે તે ભારતીય ક્રિકેટનું ઉજ્જવળ ભવિષ્ય છે.

આ પણ વાંચો :   ભારત સામે હાર મળ્યા બાદ પાકિસ્તાનીઓ પોતાનું ટીવી તોડવાનું આજે પણ નથી ભુલ્યા, જોઇ લો આ Video

Tags :
Advertisement

.

×