Team India માં મોટો ફેરફાર, આર અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીને મળી તક
- ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર
- આ યુવા ખેલાડીને મળી તક
- તનુષ કોટિયનનો ટીમમાં સામેલ
Team India:ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia)વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બાદ આર અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. મુંબઈનો ઉભરતો ખેલાડી તનુષ કોટિયન (Tanush Kotian)અશ્વિનનું સ્થાન લેવા માટે તૈયાર છે. ઓલરાઉન્ડર તનુષ કોટિયન બોક્સિંગ ડે ક્રિકેટ પહેલા ટીમ ઈન્ડિયા (Team India)સાથે જોડાવા માટે તૈયાર છે. તે મંગળવારે ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર છે. કોટિયનની ગણના એક મહાન ઓલરાઉન્ડર તરીકે થાય છે. તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી પ્રભાવિત કર્યા.
આગામી ટેસ્ટ મેચ માટે તનુષ કોટિયનનો ટીમમાં સમાવેશ
મેલબોર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈના ઓલરાઉન્ડર તનુષ કોટિયનને આ સીરિઝની બાકીની બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 26 વર્ષીય તનુષ જમણા હાથથી ઓફ સ્પીન બોલિંગ કરે છે. આ ઉપરાંત તે એક સારો બેટર પણ છે. તનુષે હવે રવિચંદ્રન અશ્વિનનું સ્થાન લીધું છે. અશ્વિને ગાબા ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું
Tanush Kotian has been added to India's squad for the Border Gavaskar Trophy. (Sportstar). pic.twitter.com/xKpNyBULa3
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 23, 2024
આ પણ વાંચો -
તનુષ કોટિયનની ક્રિકેટ કારકિર્દી
વર્ષ 2018-19ની રણજી સિઝનમાં તનુષ કોટિયને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનું ડેબ્યૂ કર્યું હતું. કોટિયને અત્યાર સુધી 33 ફર્સ્ટ ક્લાસ મેચમાં 25.70ની સરેરાશથી 101 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેણે 3 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી લીધી હતી. બેટિંગની વાત કરીએ તો તેણે 41.21ની સરેરાશથી 1525 રન બનાવ્યા છે. આ સિવાય કોટિયને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે. આ સિવાય તે 20 લિસ્ટ-A અને 33 T20 મેચ પણ રમી ચૂક્યો છે. લિસ્ટ-A મેચોમાં કોટિયને 43.60ની સરેરાશથી 20 વિકેટ ઝડપી છે. અને T20 મેચમાં તેણે 20.03ની સરેરાશથી 33 વિકેટ લીધી છે. તનુષ કોટિયાને લિસ્ટ-A મેચોમાં 90 રન અને T20 મેચોમાં 87 રન બનાવ્યા છે. ઘરેલું ક્રિકેટમાં કોટિયને રણજી ટ્રોફી 2023-24ની સિઝનમાં તેણે બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં તનુષ કોટિયન 120 રન કરીને સદી ફટકારી હતી.
આ પણ વાંચો -સાડીમાં સજ્જ દુલ્હન બની PV sindhu,જુઓ પ્રથમ તસવીર
મુંબઈનો રહેવાસી છે તનુષ કોટિયન
તનુષ કોટિયનનો જન્મ મુંબઈમાં થયો હતો. જો કે તેનો પરિવાર મૂળ દરિયાકાંઠાના કર્ણાટકનો છે. કોટિયનના પિતા કરુણાકર અને માતા મલ્લિકા કોટિયન ઉડુપી જિલ્લાના પંગાલાના છે. કોટિયન માત્ર મુંબઈ માટે ઘરેલું ક્રિકેટ જ નહી પરંતુ ભારત માટે અંડર-19 ટીમ માટે પણ રમી ચૂક્યો છે. તે ભારત-A ટીમના તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો પણ એક ભાગ હતો.


