IND vs PAK Match Tickets : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ રીતે કરો ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ બુક
- ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ હવે ઉપલબ્ધ! જાણો બુકિંગ પ્રક્રિયા
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ બુક કરવાની રીત જાણી લો
- ભારત-પાકિસ્તાન મેચ માટે ટિકિટ બુકિંગ શરૂં, જાણો કેવી રીતે મેળવી શકાશે
- ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો હવે ઉપલબ્ધ
IND vs PAK Match Tickets : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે આ ટૂર્નામેન્ટમાં જે મેચની ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. જેને લઇને તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મેચોની ટિકિટ વેચાણ માટેની તારીખ અને સમય જાહેર
ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટી તક આવી છે. પાકિસ્તાનમાં રમાનારી મેચો પછી, ભારતની મેચો દુબઈમાં રમવાની છે, અને આ મેચોની ટિકિટ વેચાણ માટેની તારીખ અને સમય હવે જાહેર કરવામાં આવ્યા છે. ભારતની દરેક મેચ ક્રિકેટ ચાહકો માટે એક મહાકુંભ જેવી હોય છે, અને આ સ્થિતિમાં ટિકિટ માટેનો ક્રેઝ પણ ખૂબ જ જોવા મળે છે. જો તમે પણ ભારતીય ટીમની મેચો લાઈવ જોવા માટે તૈયાર છો, તો આ માહિતી તમને અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં યોજાનારી તમામ મેચોની ટિકિટનું ઓનલાઈન વેચાણ 28 જાન્યુઆરીથી શરૂ થયું હતું. હવે ભારતીય ટીમની મેચોની ટિકિટનું વેચાણ પણ આજથી (3 ફેબ્રુઆરી) શરૂ થઈ ગયું છે. જણાવી દઇએ કે, ભારતીય ટીમની મેચોની ટિકિટ માટેની વિન્ડો આજે સાંજે 5.30 વાગ્યે ખુલશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી હેઠળ યોજાનારી ભારતીય ટીમની મેચોની ટિકિટની કિંમત 125 દિરહામ (લગભગ 3 હજાર રૂપિયા) રાખવામાં આવી છે.
🚨CT 2025: PAKISTAN VS INDIA IN DUBAI TICKETS UPDATE🚨
- Tickets sale will start from today.
- Fans can buy tickets online starting at 16:00 Gulf Standard Time (GST).
- General stand ticket prices will begin at 125 Dirhams. pic.twitter.com/uHqRMLSOAs
— Muhammad Asif (Parody) (@MuhammadAsif26_) February 3, 2025
ભારત-પાકિસ્તાન મેચ માટે ટિકિટ બુક કરવાની આ રીત છે
- બુકિંગ માટે અહીં ક્લિક કરો - https://www.iccchampionstrophy.com/tickets
- 'Dubai Hosted Matches' વિભાગ પસંદ કરો.
- તમે જે મેચ જોવા માંગો છો તે પસંદ કરો. જો તમે વિદેશી પ્રવાસી છો, તો તમારો પાસપોર્ટ નંબર અને તમે ખરીદવા માંગો છો તે ટિકિટોની સંખ્યા દાખલ કરો. એક વ્યક્તિ મેચ માટે 4 થી વધુ ટિકિટ ખરીદી શકશે નહીં.
- તમારી પસંદગીની સીટ પસંદ કરો અને તમારી વિગતો દાખલ કરો.
- આપેલા વિકલ્પો મુજબ ચુકવણી કરો. તમે દાખલ કરેલા ઈ-મેલ આઈડી પર પણ તમને બુકિંગની બધી માહિતી પ્રાપ્ત થશે.
ભારતના ગ્રુપ-સ્ટેજ મેચો:
- 20 ફેબ્રુઆરી, 2025: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ
- 23 ફેબ્રુઆરી, 2025: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
- 2 માર્ચ, 2025: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો સંપૂર્ણ Schedule
- 19 ફેબ્રુઆરી - પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, કરાચી
- 20 ફેબ્રુઆરી - બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ
- 21 ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાચી
- 22 ફેબ્રુઆરી - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર
- 23 ફેબ્રુઆરી - પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ
- 24 ફેબ્રુઆરી - બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી
- 25 ફેબ્રુઆરી - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
- 26 ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર
- 27 ફેબ્રુઆરી - પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી
- 28 ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર
- 1 માર્ચ - દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, કરાચી
- 2 માર્ચ - ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ
- 4 માર્ચ - સેમિફાઇનલ 1, દુબઈ
- 5 માર્ચ - સેમિફાઇનલ 2, લાહોર
- 9 માર્ચ - ફાઇનલ, લાહોર (જો ભારત ફાઇનલમાં પહોંચે તો દુબઈમાં રમાશે)
- 10 માર્ચ – અનામત દિવસ
સેમિ-ફાઇનલ અને ફાઇનલ:
પહેલી સેમિફાઇનલ 4 માર્ચ, 2025 ના રોજ દુબઈમાં રમાશે અને ફાઇનલ 9 માર્ચ, 2025 ના રોજ યોજાવાની છે. દુબઈમાં રમાનારી પહેલી સેમિફાઇનલ મેચના સમાપન પછી ફાઇનલની ટિકિટ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો : BCCIનું એલાન! U19 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાને આપશે આટલા કરોડનું ઈનામ


