Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Champions Trophy 2025 : પાકિસ્તાનને હવે ભારતની વાત માનવી જ પડશે!

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની યજમાની અને આયોજનને લઈને ICC અને PCB વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. ICC પાકિસ્તાનને હાઇબ્રિડ મોડેલ સ્વીકારવા માટે કહે છે, જેમાં કેટલાક મેચ પાકિસ્તાનમાં અને કેટલાક મેચ તટસ્થ સ્થળોએ રમાશે. પરંતુ PCB એક શરત રાખી રહ્યું છે કે ભારતને 2031 સુધી યોજાનારી ત્રણ મોટી ટૂર્નામેન્ટ માટે સમાન શરતો લાગુ કરવી જોઈએ. BCCI આ શરતનો વિરોધ કરી રહ્યું છે. આ વિવાદને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ અસ્પષ્ટ છે. PCB અગાઉ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી, પરંતુ હવે તે નરમ પડી ગયું છે. આગામી શનિવારે યોજાનારી ICCની બેઠકમાં આ મુદ્દા પર અંતિમ નિર્ણય લેવાશે.
champions trophy 2025   પાકિસ્તાનને હવે ભારતની વાત માનવી જ પડશે
Advertisement
  • Champions Trophy 2025 માટે ICC નો અંતિમ નિર્ણય શનિવારે
  • Champions Trophy 2025: ફરી સ્થગિત થઈ બેઠક, હાઇબ્રિડ મોડલ પર મતભેદ
  • PCB અને ICC વચ્ચે હાઇબ્રિડ મોડલ પર ટકરાવ, ચેમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ અસ્પષ્ટ
  • ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવાની ધમકી બાદ PCB નરમ પડ્યું, શનિવારે નિર્ણય
  • 2031 સુધી ભારતમાં ત્રણ મોટી ટૂર્નામેન્ટ્સ, PCBનો આગ્રહ સમાન શરતો લાગુ થાય

આગામી Champions Trophy 2025 ની યજમાની અને આયોજન સંબંધિત નિર્ણય લેવાય તે પહેલા ફરી એકવાર બેઠક સ્થગિત કરવામાં આવી છે. ICC એ ગુરુવારે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે બેઠક યોજવાની હતી, પરંતુ આ નિર્ણય શનિવાર (7 ડિસેમ્બર) સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. શનિવારે યોજાનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવી અપેક્ષા છે. આ અંતર્ગત, ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને હાઈબ્રિડ મોડલ સ્વીકારવા માટે ફરી એકવાર સૂચન કર્યું છે. PCB ટૂંક સમયમાં બોર્ડને પોતાનો અંતિમ નિર્ણય રજૂ કરશે.

PCB અને ICC વચ્ચે હાઈબ્રિડ મોડલ અંગે મતભેદ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અગાઉ હાઈબ્રિડ મોડલને મંજૂરી આપવા તૈયાર હતું, પરંતુ PCB એ પણ એક શરત રાખી હતી. PCB નું કહેવું છે કે, વિશ્વ સંસ્થાને 2031 સુધી ભારતમાં યોજાનારી ટૂર્નામેન્ટ માટે સમાન વ્યવસ્થા અપનાવવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે કહ્યું કે, સમાન શરતો લાગુ થવી જોઈએ. ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIએ PCB ની આ શરતનો સખત વિરોધ કર્યો છે. આગામી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે 100 દિવસથી ઓછો સમય બાકી છે, પણ હજી સુધી શેડ્યૂલ જાહેર થયું નથી.

Advertisement

Advertisement

PCB ને હવે જલદીથી નિર્ણય લેવો પડશે, કારણ કે બોર્ડ પાસે હવે અન્ય કોઈ વિકલ્પ શેષ રહ્યો નથી. PCB એ અગાઉ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવાની પણ ધમકી આપી હતી, જેના કારણે આ પ્રસ્તાવ થોડો નરમ પડ્યો છે. તેમણે કહ્યું હતું કે, જો તેને સંપૂર્ણ હોસ્ટિંગ અધિકારો આપવામાં નહીં આવે અને તટસ્થ સ્થળની ભારતની માંગ સ્વીકારવામાં આવી તો તે ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરશે.

2031 સુધીમાં ICCની ત્રણ મોટી પુરુષોની ટૂર્નામેન્ટ્સ યોજાશે

ભારતને આગામી 2031 સુધીમાં ICCની ત્રણ મોટી પુરુષોની ટૂર્નામેન્ટ્સ યોજવાની છે, જેમાં શ્રીલંકાની સાથે 2026 T20 વર્લ્ડ કપ, 2029 ચેમ્પિયન્સ ટ્રોફી, અને બાંગ્લાદેશ સાથે 2031 ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. આવતાં થોડા દિવસોમાં ICC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં આ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે અને અંતિમ નિર્ણય લેવાશે. PCB અને ICC વચ્ચેના આ વિવાદનો ઉકેલ મળ્યા બાદ ટૂર્નામેન્ટના શિડ્યૂલ અને ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને સ્પષ્ટતા થશે. આ અંગે તમામ પ્રશંસકોની નજર શનિવારે યોજાનારી બેઠક પર રહેશે.

આ પણ વાંચો:  ઉર્વીલ પટેલનું T20 ક્રિકેટમાં તોફાન! માત્ર 36 બોલમાં ફટકારી સદી

Tags :
Advertisement

.

×