Champions Trophy:લાહોરમાં ભારતીય ધ્વજ લહેરાવનારા ફેન સાથે ગેરવર્તણૂક,જુઓ video
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની દુષ્ટ કાર્યો સામે આવ્યા
- લાહોર સ્ટેડિયમમાં ફેન સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો
- ભારતીય ધ્વજ લહેરાવનારા પાકિસ્તાની ફેન સાથે દુર્વ્યવહાર
- સ્ટેડિયમની બહાર કાઢી મૂકવામાં આવ્યો
Champions Trophy: આ વખતે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે.પરંતુ ટુર્નામેન્ટ શરૂ થયાના 6 દિવસની અંદર જ પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે. ત્યારે ટીમ ઈન્ડિયા તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે. પાકિસ્તાનના દુષ્ટ કાર્યો સામે આવી ગયા છે. લાહોર સ્ટેડિયમમાં (lahore stadium) ભારતીય ધ્વજ (indian flag)લહેરાવનારા એક પાકિસ્તાની ફેન સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેને સ્ટેડિયમની બહાર કાઢી મૂકવામાં આવ્યો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
આ વીડિયો લાહોર સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચનો હોય તેવું લાગે છે. આ વીડિયોમાં (viral video)ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ધ્વજ પણ દેખાય છે. મેચ દરમિયાન, સ્ટેડિયમમાં એક પાકિસ્તાનીને ભારતીય ધ્વજ લહેરાવતો જોઈને, સિક્યોરિટી ગાર્ડ તરત જ તે વ્યક્તિ પાસે આવે છે અને તેના કપડાં ખેંચવાનું શરૂ કરે છે. બાદમાં, ભારતીય ધ્વજ લહેરાવતા ફેનને સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Jo Dikta Hei Wo Hota Nahi..m
In Lahore Gaddafi stadium, a cricket fan was manhandled by Pakistani security personnel, for waving the Indian flag https://t.co/MoomSkCBVn pic.twitter.com/EgBSxTD7gu
— OsintTV 📺 (@OsintTV) February 24, 2025
આ પણ વાંચો -BAN vs NZ મેચ દરમિયાન ચોંકાવનારી ઘટના! મેદાનમાં દર્શક ઘૂસી આવતા ખેલાડીઓ ડરી ગયા, Video
ભારતીય ધ્વજને લઈને થયો વિવાદ
આ પહેલા પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ધ્વજને લઈને વિવાદ થયો હતો. ટુર્નામેન્ટની શરૂઆતમાં, કરાચી સ્ટેડિયમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પર અન્ય દેશોના ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા પરંતુ ભારતીય ધ્વજ ફરકાવવામાં આવ્યો ન હતો. પીસીબીની આ કાર્યવાહી પર ભારતીય ફેનમાં ઘણો ગુસ્સો હતો.
આ પણ વાંચો -India in Champions Trophy semi final: ભારત અને ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં પહોંચ્યા
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે, પાકિસ્તાન ટીમને તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા ન્યુઝીલેન્ડ અને પછી ભારતે પાકિસ્તાનને હરાવ્યું, ત્યારબાદ પાકિસ્તાન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ.


