Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓલિમ્પિકમાં થશે ક્રિકેટની વાપસી, ICC અધ્યક્ષ જય શાહ એક્શનમાં!

જય શાહ, જેમણે આ મહિનાની શરૂઆતમાં ICC પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, ગુરુવારે 2032 બ્રિસ્બેન ઓલિમ્પિક આયોજન સમિતિના ટોચના અધિકારીઓને મળ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે 2032 બ્રિસ્બેન સમર ઓલિમ્પિકમાં ક્રિકેટના સંભવિત સમાવેશ અંગે પણ ચર્ચા થઈ હતી. ક્રિકેટ 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં વાપસી કરવા જઈ રહ્યું છે.
ઓલિમ્પિકમાં થશે ક્રિકેટની વાપસી  icc અધ્યક્ષ જય શાહ એક્શનમાં
Advertisement
  • ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે ICC અધ્યક્ષ એક્શનમાં
  • ICC પ્રમુખ જય શાહે OCOGના CEO સાથે કરી મુલાકાત
  • ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં મુલાકાત અંગે એક્સ પર કરી પોસ્ટ
  • 2032ની ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ અંગે બેઠકમાં ચર્ચા
  • 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટનો ફરીથી સમાવેશ થશે
  • ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO નિક હૉકલે પણ રહ્યાં ઉપસ્થિત

ICC President : ક્રિકેટ ચાહકો માટે એક મોટા Good News સામે આવ્યા છે. ક્રિકેટ 2028માં લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં પરત ફરી રહ્યું છે. ક્રિકેટને લગભગ 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવશે. અગાઉ આ રમત 1900 પેરિસ ઓલિમ્પિકમાં રમાઈ હતી, જ્યાં ગ્રેટ બ્રિટને ફ્રાંસને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

2032ની ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ અંગે બેઠકમાં ચર્ચા

જય શાહ, જેમણે આ મહિનાની શરૂઆતમાં ICC પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, ગુરુવારે 2032 બ્રિસ્બેન ઓલિમ્પિક આયોજન સમિતિના ટોચના અધિકારીઓને મળ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે 2032 બ્રિસ્બેન સમર ઓલિમ્પિકમાં ક્રિકેટના સંભવિત સમાવેશ અંગે પણ ચર્ચા થઈ હતી. ક્રિકેટ 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં વાપસી કરવા જઈ રહ્યું છે. 2028 લોસ એન્જલસ ગેમ્સમાં ક્રિકેટને T20 ફોર્મેટમાં સામેલ કરવામાં આવ્યું છે. જો કે, બ્રિસ્બેનમાં 2032ની આવૃત્તિ માટે ક્રિકેટના સમાવેશની પુષ્ટિ થવાની બાકી છે.

Advertisement

Advertisement

મહત્વપૂર્ણ બેઠકની વિગતો

જય શાહે આ બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ બેઠકમાં બ્રિસ્બેન 2032 ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીના ચીફ સિન્ડી હૂક અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO નિક હોકલીએ હાજરી આપી હતી. આ મુલાકાતે ક્રિકેટને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ લોકપ્રિય બનાવવા માટે મહત્વપૂર્ણ પાયાં ઘડ્યા છે. તેમજ ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારા ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલના ઉકેલ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બધાં હિતધારકો આ મોડલ માટે મૌખિક રીતે સંમત થયા છે, પરંતુ સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી - ભારત-ઓસ્ટ્રેલિયા 1-1થી બરાબરી પર

જય શાહે ઓસ્ટ્રેલિયામાં રોકાણ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝનો પણ આનંદ માણ્યો હતો. આ સિરીઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ હતી જ્યાં ભારતે 295 રનથી શાનદાર જીત મેળવી હતી. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં બીજી ટેસ્ટ જીતવાની સાથે શ્રેણીમાં વાપસી કરી હતી. હવે ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા મેદાન પર શરૂ થવાની છે, અને આ મેચ પર સૌ ક્રિકેટપ્રેમીઓની નજર ટકી છે. આ મેચમાં BCCIના ભૂતપૂર્વ સચિવની હાજરીની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો:   Syed Mushtaq Ali Trophy : બે ભારતીય ક્રિકેટરો વચ્ચે થઇ જબરદસ્ત બબાલ, જુઓ Video

Tags :
Advertisement

.

×