Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CSK vs RCB:ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

ચેન્નાઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધો નિર્ણય RCB ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ સોલ્ટ અને વિરાટ કોહલી ક્રીઝ પર CSK vs RCB :આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર-8 માં, ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ...
csk vs rcb ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો
Advertisement
  • ચેન્નાઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધો નિર્ણય
  • RCB ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ
  • સોલ્ટ અને વિરાટ કોહલી ક્રીઝ પર

CSK vs RCB :આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર-8 માં, ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના (CSK vs RCB) એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચાલી રહી છે.મેચમાં ચેન્નાઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મેચમાં, RCB ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી રહી છે. RCBનો સ્કોર કોઈપણ નુકસાન વિના લગભગ 10 રન છે. ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી ક્રીઝ પર છે.

મુંબઈ ઈન્ડિયન્સ ચાર વિકેટથી હરાવ્યું  હતું

ચેન્નાઈએ તેની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને ચાર વિકેટથી હરાવ્યું હતું. બીજી તરફ, આરસીબીએ શરૂઆતની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) ને સાત વિકેટથી હરાવ્યું. હવે બંને ટીમો આ મેચ જીતવા માટે પ્રયાસ કરી રહી છે.આ મેચ માટે, શ્રીલંકાના બોલર મથિશા પથિરાના, જે બેબી મલિંગા તરીકે પ્રખ્યાત છે, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં પરત ફર્યા. દરમિયાન, અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર (ભુવી) એ આરસીબી ટીમમાં વાપસી કરી. બંને બોલરો ઈજાના કારણે પોતપોતાની ટીમના પહેલા મેચમાંથી બહાર હતા.

Advertisement

CSK અને RCB વચ્ચે H2H

  • કુલ મેચ: ૩૩
  • ચેન્નાઈ જીત્યું: ૨૧
  • બેંગલુરુ જીત્યું: ૧૧
  • કોઈ પરિણામ નથી: ૧

Advertisement

આ પણ  વાંચો - IPL 2025 : ધોનીની મોટી કબૂલાત – ‘જો તે વિકેટકીપર ન હોત તો તે..!

બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવનમાં વિરાટ કોહલી, ફિલિપ સાલ્ટ, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ

આ પણ  વાંચો - IPL 2025 : CSK રિવેન્જ લેવા તો RCB ઇતિહાસ બદલવા આજે ઉતરશે મેદાને!

ચેન્નાઈ સુપર કિંગ્સ

રચિન રવિન્દ્ર, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, સેમ કુરન, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મથિશા પથિરાણા, ખલીલ અહેમદ.

Tags :
Advertisement

.

×