Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CT 2025: સેમીફાઈનલ મેચમાં વરસાદ પડે તો કેવી રીતે નક્કી થશે પરિણામ?

પહેલી સેમીફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે બીજી સેમિફાઇનલ દ.આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે સેમીફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે CT 2025: ચેમ્પિયન્સ ટ્રોફીનો પહેલી સેમીફાઈનલનો (Champions Trophy Semi final)મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ...
ct 2025  સેમીફાઈનલ મેચમાં વરસાદ પડે તો કેવી રીતે નક્કી થશે પરિણામ
Advertisement
  • પહેલી સેમીફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે
  • બીજી સેમિફાઇનલ દ.આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે
  • સેમીફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે

CT 2025: ચેમ્પિયન્સ ટ્રોફીનો પહેલી સેમીફાઈનલનો (Champions Trophy Semi final)મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિવાય બીજી સેમિફાઇનલ મેચ 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.પાકિસ્તાનમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ઘણી મેચ વરસાદને કારણે રદ્દ (rain washed out semi finals)કરવામાં આવી હતી.ત્યારબાદ બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા હતા.

શું સેમી-ફાઈનલ માટે રિઝર્વ ડે છે ?

હવે ફેન્સના મનમાં એ સવાલ ઉભો થાય છે કે જો સેમી-ફાઈનલ-1 અથવા સેમી-ફાઈનલ-2 વરસાદને કારણે રદ્દ થાય છે, તો મેચનું પરિણામ કેવી રીતે જાહેર કરવામાં આવશે અને શું સેમી-ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે?

Advertisement

Advertisement

આ પણ  વાંચો -IND Vs AUS: ટીમ ઈન્ડિયા લેશે બદલો! જાણો પિચ અને હવામાન રિપોર્ટ

સેમીફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સેમીફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે TravisHeadરાખવામાં આવ્યો છે. જો વરસાદને કારણે મેચ રદ થાય છે તો તે બીજા દિવસે રમાશે. પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમીફાઈનલ મેચ પર વરસાદનો કોઈ ખતરો નથી.

આ પણ  વાંચો -IPL 2025: KKRના નવા કેપ્ટનની જાહેરાત, જાણો કોને મળી જવાબદારી

બે મેચ વરસાદને કારણે રદ્દ થઈ

ટીમ ઈન્ડિયા તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે, અત્યાર સુધી વરસાદને કારણે અહીં કોઈ મેચ રદ્દ થઈ નથી. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી તેની બધી મેચ પાકિસ્તાનમાં રમી છે અને તેની ત્રણમાંથી બે મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે.

આ પણ  વાંચો -IND vs AUS Semi Final: સેમીફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો,સ્ટાર ખેલાડી થયો બહાર

જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે તો શું?

એક મોટો સવાલ એ છે કે જો રિઝર્વ ડે પર વરસાદ પડે અને મેચનું પરિણામ ન આવે, તો ફાઈનલિસ્ટ ટીમ કેવી રીતે પસંદ કરવામાં આવશે? ICC ના નિયમો મુજબ, જો રિઝર્વ ડે પણ વરસાદને કારણે ધોવાઈ જાય તો પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થશે.

Tags :
Advertisement

.

×