Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Harbhajan Singhએ નોંધાવી FIR,શાબ્દિક યુદ્ધ બાદ રેકોર્ડ કર્યો કોલ

હરભજન સિંહે આપ્યો જડબાતોડ જવાબ શાબ્દિક યુદ્ધ બાદ રેકોર્ડ કર્યો કોલ Harbhajan Singhએ નોંધાવી FIR Harbhajan Singh:ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી હરભજન સિંહ (Harbhajan Singh)હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક લખતો રહે...
harbhajan singhએ નોંધાવી fir શાબ્દિક યુદ્ધ બાદ રેકોર્ડ કર્યો કોલ
Advertisement
  • હરભજન સિંહે આપ્યો જડબાતોડ જવાબ
  • શાબ્દિક યુદ્ધ બાદ રેકોર્ડ કર્યો કોલ
  • Harbhajan Singhએ નોંધાવી FIR

Harbhajan Singh:ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી હરભજન સિંહ (Harbhajan Singh)હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક લખતો રહે છે. પરંતુ આ વખતે તે સોશિયલ મીડિયા પર કેટલાક ફેન્સ સાથે દલીલમાં ઉતરી ગયો.

હરભજન સિંહે સોશિયલ મીડિયા પર શું  લખ્યું

પાકિસ્તાન પર ભારતની જીત બાદ હરભજન સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભારતની જીતનો જશ્ન.' આના પર કોમેન્ટ કરતા એક ફેને હિન્દી કોમેન્ટ્રી પર નિશાન સાધ્યું હતું. આ યુઝરે લખ્યું હતું કે, આ સુંદર વાદળી ગ્રહ પર હિન્દી કોમેન્ટ્રી સૌથી ખરાબ વસ્તુઓમાંથી એક હોઈ શકે છે.' ભજ્જીએ પણ આ યુઝરને જવાબ આપ્યો અને હવે આ ચર્ચા વધુ વધી ગઈ છે.

Advertisement

Screenshot 2025 02 25 191534

Advertisement

આ પણ  વાંચો -ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મેચ વરસાદમાં ધોવાઈ, હવે બદલાશે સમીકરણ?

હરભજન સિંહ અને યુઝર વચ્ચે જોરદાર થઈ લડાઈ

હરભજને આ યુઝરને જવાબ આપ્યો અને લખ્યું છે કે 'વાહ, એક અંગ્રેજના દીકરા.શરમ આવે છે તમારા પર. પોતાની ભાષા બોલવામાં અને સાંભળવામાં ગર્વ અનુભવવો જોઈએ.આ પછી, રેન્ડમ સેના નામના એકાઉન્ટે લખ્યું છે કે તમે હિન્દીમાં કેમ ન લખ્યું? સારું, મને ગર્વ છે, ફક્ર નહીં. ભજ્જીએ પણ આનો જવાબ આપ્યો અને લખ્યું છે કે તું પાગલ નથી લાગતો, પણ તારું મન હચમચી ગયું હોય તેવું લાગે છે, શું તેં સાચું લખ્યું ભાઈ?'

આ પણ  વાંચો -CT 2025:વરસાદે Team Indiaનું ટેન્શન વધાર્યું! જાણો હવે કોણ સેમિફાઇનલમાં પહોંચી શકે છે?

હરભજન પણ ઈન્ઝમામ પર થયો ગુસ્સે

હરભજન સિંહે આ પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે માનસિક સારવાર માટે તેને તમારી સાથે હોસ્પિટલમાં લઈ જાઓ.તેને પણ તમારી જેમ કડક વર્તનની જરૂર છે.' આ પછી, ભજ્જીએ આ યુઝરની એક જૂની પોસ્ટ શેર કરી જેમાં તેને અયોધ્યાના હિન્દુઓ પર વિવાદાસ્પદ કોમેન્ટ કરી હતી. ભજ્જીએ લખ્યું છે કે 'તમે કયા પક્ષમાં છો?' અયોધ્યાના આપણા હિન્દુ ભાઈઓ વિશે કોણ ખરાબ બોલી રહ્યું છે? "મને તમારી માનસિક સ્થિતિ કરતાં તમારા દેશદ્રોહી હોવાની શંકા વધુ છે.' ભજ્જીએ આ યુઝરની બીજી પોસ્ટનો જવાબ આપ્યો અને લખ્યું છે કે 'તમારી આ ગંદી ભાષા સ્પષ્ટ કરે છે કે તમે ઘુસણખોર છો.' કારણ કે આપણે અહીં આવી વાત નથી કરતા. કારણ કે તે કૂલ બનવા માટે મને જે અન્ય અપશબ્દો બોલ્યા હતા તે રેકોર્ડ કરવામાં આવ્યા છે અને FIR દાખલ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×