Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતના સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ફેન્સને લાગ્યો ઝટકો

ભારતના પ્રતિભાશાળી સ્પિનર આર અશ્વિનએ ગાબા ટેસ્ટ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસના અંતે, અશ્વિન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરતા ચાહકોને આંચકો લાગ્યો હતો.
ભારતના સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ  ફેન્સને લાગ્યો ઝટકો
Advertisement
  • ક્રિકેટર આર. અશ્વિને નિવૃત્તિ જાહેર કરી
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અશ્વિનનો સંન્યાસ
  • BCCIએ ટ્વીટ કરીને આપી સત્તાવાર જાણકારી
  • મહારત, જાદૂગરી, પ્રતિભા, નવીનતાનો પર્યાય ગણાવ્યા
  • અમૂલ્ય ઓલરાઉન્ડરે સંન્યાસ જાહેર કર્યોઃ BCCI
  • શાનદાર કરિયર માટે શુભેચ્છાઓઃ BCCI

Ravichandran Ashwin Retirement : ભારતના પ્રતિભાશાળી સ્પિનર આર અશ્વિનએ ગાબા ટેસ્ટ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસના અંતે, અશ્વિન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરતા ચાહકોને આંચકો લાગ્યો હતો. આ શ્રેણીની પ્રથમ મેચમાં અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું, પરંતુ એડિલેડ ટેસ્ટમાં તેઓએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ગાબા ટેસ્ટમાં અશ્વિનને તક મળી નહોતી, પરંતુ મેદાનમાં વિરાટ કોહલી સાથે તેમની ગળે લાગતી તસવીર ભારે વાયરલ થઈ હતી, જેમાં નિવૃત્તિના સંકેતો પ્રાપ્ત થયા હતા.

પ્રેસ કોન્ફરન્સમાં મોટો નિર્ણય

ગાબા ટેસ્ટ ડ્રો ખતમ થયા બાદ કેપ્ટન રોહિત શર્માની સાથે અશ્વિને (Ashwin) પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિન માટે એડિલેડ ટેસ્ટ અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ સાબિત થઈ હતી. તેણે જણાવ્યું કે, ક્રિકેટમાં પ્રવેશ કરવાથી લઈને અત્યાર સુધીની યાત્રા અત્યંત યાદગાર રહી છે અને તેમના પ્રેક્ષકો અને ટીમમેટ્સ માટે તેઓ આભારી છે. રવિચંદ્રન અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "તમામ ફોર્મેટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક ભારતીય ક્રિકેટર તરીકે આ મારો છેલ્લો દિવસ હશે. મને લાગે છે કે એક ક્રિકેટર તરીકે મારામાં હજુ પણ થોડી શક્તિ બાકી છે, પરંતુ હું ક્લબ લેવલ ક્રિકેટમાં રમવા માટે ઉત્સુક છું." હું તેને પ્રકાશિત કરવાનું પસંદ કરીશ, પરંતુ આ છેલ્લો દિવસ હશે. મારે કહેવું જ જોઇએ કે મેં મારી જાત સાથે અને મારા અન્ય સાથી ખેલાડીઓ સાથે વર્ષોથી ઘણી યાદો બનાવી છે. ભલે મે છેલ્લા ઘણા વર્ષોમાં તેમાથી ઘણાને ગુમાવી દીધા છે."

Advertisement

Advertisement

રોહિત શર્માએ શું કહ્યું?

અશ્વિનના સંન્યાસના નિર્ણય પર રોહિતે કહ્યું, 'તે પોતાના નિર્ણયને લઈને ઘણો વિશ્વાસ ધરાવે છે. આપણે તેની ઈચ્છાને માન આપવું જોઈએ. નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા તે ડ્રેસિંગ રૂમમાં વિરાટ કોહલી સાથે ભાવુક થતો જોવા મળ્યો હતો. BCCI એ ટ્વિટર પર લખ્યું, 'અશ્વિન નિપુણતા, કૌશલ્ય, પ્રતિભા અને નવીનતાનો પર્યાય છે.'

અશ્વિનની શાનદાર કારકિર્દી

આર અશ્વિનના રેકોર્ડ્સ ખરેખર પ્રેરણાદાયક છે. 106 ટેસ્ટમાં તેણે 537 વિકેટ મેળવી હતી, જેમાં 7/59 તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. બેટિંગમાં પણ 3503 રન સાથે 6 સદી અને 14 અડધી સદી ફટકારી હતી. વનડેમાં 116 મેચમાં 156 વિકેટ અને 707 રન બનાવ્યા, જ્યારે T20માં 65 મેચમાં 72 વિકેટ ઝડપી હતી. આર અશ્વિનના આંકડા તેમના શ્રેષ્ઠ બોલર અને ઓલરાઉન્ડર હોવાનુ પુરવાર કરે છે.

આ પણ વાંચો: IND vs AUS : હારને ડ્રો માં પરિવર્તિત કરવામાં સફળ રહી Team India

Tags :
Advertisement

.

×