Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS 5th Test: સિડની ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને ઝટકો લાગ્યો, સ્ટાર બોલર થયો ઇજાગ્રસ્ત

ભારત ઓસ્ટ્રેલિયાની સિરીઝ હાલમાં 1-2 થી બરાબર આકાશદીપ ઈજાગ્રસ્ત છે અને પીઠના દુખાવાથી પરેશાન ભારત 2 સ્પિનરો સાથે રમી શકે છે IND vs AUS 5th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ (IND vs AUS 5th Test)સિરીઝ હાલમાં...
ind vs aus 5th test  સિડની ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને ઝટકો લાગ્યો  સ્ટાર બોલર થયો ઇજાગ્રસ્ત
Advertisement
  • ભારત ઓસ્ટ્રેલિયાની સિરીઝ હાલમાં 1-2 થી બરાબર
  • આકાશદીપ ઈજાગ્રસ્ત છે અને પીઠના દુખાવાથી પરેશાન
  • ભારત 2 સ્પિનરો સાથે રમી શકે છે

IND vs AUS 5th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ (IND vs AUS 5th Test)સિરીઝ હાલમાં 1-2 થી ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં આગળ  છે. આ સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ સિડનીમાં 3 જાન્યુઆરી 2025 થી રમાશે. આ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને જોરદાર ઝટકો પડ્યો છે. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે, આકાશદીપ ઈજાગ્રસ્ત છે અને પીઠના દુખાવાથી પરેશાન છે.

આકાશદીપ ઇજાગ્રસ્ત થયો

આકાશદીપ પાંચમી ટેસ્ટમાંથી ભારતના પ્લેઈંગ-11 માંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આકાશદીપની બાદબાકી પછી, ભારતીય ટીમ કદાચ છેલ્લી ટેસ્ટ મેચ હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ણ સાથે રમી શકે છે, કારણ કે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ સામાન્ય રીતે સ્પિન બોલરો માટે મદદરૂપ છે, તેથી ભારત 2 સ્પિનરો સાથે રમી શકે છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -IND vs AUS : બુમરાહ વિરૂદ્ધ કાયદો પસાર કરીશું, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને સિડની ટેસ્ટ પહેલા બનાવ્યો પ્લાન ને પોતે જ ખુલાસો કર્યો

2 મેચમાં 5 વિકેટ લીધી

આકાશ દીપ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં રમી રહ્યો છે. તેને ત્રીજી મેચની પ્લેઇંગ ઇલેવનમાં તક મળી હતી. અત્યાર સુધી આકાશને માત્ર બે મેચમાં રમવાની તક મળી હતી. આ બે મેચમાં બોલિંગ કરતી વખતે આકાશે 5 વિકેટ ઝડપી હતી. આકાશે ગાબા ટેસ્ટમાં 3 વિકેટ લીધી હતી, આ સિવાય તે મેલબોર્નમાં માત્ર 2 વિકેટ જ મેળવી શક્યો હતો. જોકે, બોલિંગ દરમિયાન આકાશ થોડો મોંઘો પણ સાબિત થયો હતો.

આ પણ  વાંચો -BBL 2024-25 : Glenn Maxwell એ બાઉન્ડ્રી પર પકડ્યો અદભુત કેચ, Video જોઈ સ્તબ્ધ થઈ જશો!

કોને મળશે તક?

હવે મોટો સવાલ એ છે કે આકાશ દીપના આઉટ થયા બાદ સિડની ટેસ્ટમાં તેની જગ્યાએ કોણ આવશે? જો કે, ટીમ ઈન્ડિયા પાસે પ્રસિદ્ધ કૃષ્ણ અને હર્ષિત રાણાના રૂપમાં બે શાનદાર ઝડપી બોલર છે. હવે જોવાનું એ રહે છે કે સિડની ટેસ્ટમાં કયો ખેલાડી રમતા જોવા મળશે? હર્ષિત રાણા પ્રથમ બે મેચમાં રમતા જોવા મળ્યો હતો. બીજી મેચમાં તેનું પ્રદર્શન સબ-પાર રહ્યું હતું, જેના કારણે તેને બહાર કરવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×