IND vs AUS: બેટિંગ કરતા પંત થયો ઇજાગ્રસ્ત, પટ્ટી બાંધી રમવા મજબૂર
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી ટેસ્ટ
- પંતને બેટિંગ દરમિયાન ઈજા થઈ હતી
- પંતે પાટો બાંધીને રમવું પડ્યું
IND vs AUS:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર મુશ્કેલીમાં જોવા મળી રહી છે. પ્રથમ દિવસે 4 વિકેટના પ્રારંભિક પતન બાદ ભારતીય દાવ ખોરવાઈ ગયો હતો. જે બાદ ચાહકોની નજર ઋષભ પંત પર ટકેલી છે. પંતને બેટિંગ દરમિયાન ઈજા (Rishabh Pant injury)થઈ હતી. જે બાદ પંતે પાટો બાંધીને રમવા મજબૂર બન્યો હતો.
પંતની ઈજા કેટલી ગંભીર છે?
ઈજા બાદ ફિઝિયોને તરત જ મેદાનમાં આવવું પડ્યું હતું. વાસ્તવમાં, મિશેલ સ્ટાર્કનો એક ઝડપી બોલ ઋષભ પંતના બાઈસેપ્સ પર વાગ્યો, બોલ એટલો ઝડપી હતો કે તેણે પંતના બાઈસેપ્સ પર નિશાન છોડી દીધું. આ પછી ફિઝિયોએ પંતને પાટો બાંધ્યો અને પછી તે રમતા જોવા મળ્યો. હવે જોવાનું એ રહે છે કે મેચ બાદ તેની ઈજા વધે છે કે નહીં?
Rishabh Pant is a tough Guy. 🙇
- It's time to make it big at SCG for India. pic.twitter.com/mcuRk3H8Xy
— Johns. (@CricCrazyJohns) January 3, 2025
આ પણ વાંચો - IND vs AUS:વિરાટ કોહલીએ બનાવ્યો શરમજનક રેકોર્ડ!
સ્ટાર્કનો એક બોલ પંતના હેલ્મેટ પર વાગી ગયો
આટલું જ નહીં, પછીના કેટલાક બોલ પછી સ્ટાર્કનો એક બોલ પંતના હેલ્મેટ પર વાગી ગયો. આ બોલની ઝડપ લગભગ 144kmph હતી. આ પછી મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવી અને ફિઝિયોએ આવીને પંતને તપાસ્યો અને તેનું હેલ્મેટ ચેક કર્યું. આ દરમિયાન સ્ટાર્ક પણ પંતની હાલત વિશે પૂછતો જોવા મળ્યો હતો.
A bruise on Rishabh Pant's biceps. pic.twitter.com/ahAQRevGAX
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 3, 2025
આ પણ વાંચો - શું મેલબોર્ન રોહિત શર્માની હતી છેલ્લી ટેસ્ટ? બેટિંગ અને કેપ્ટનશીપ પર ઉઠ્યા સવાલ
પંત પાસેથી ઘણી અપેક્ષાઓ છે
ચાર વિકેટના પ્રારંભિક પતન બાદ હવે ટીમ ઈન્ડિયાને રિષભ પંત પાસેથી ઘણી અપેક્ષાઓ છે. પંત પણ મેલબોર્ન ટેસ્ટમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો, પરંતુ પછી ખરાબ શોટ રમીને તેની લીડ ગુમાવી દીધી હતી. હવે સિડની ટેસ્ટના પહેલા દિવસે પંત ખૂબ જ સાવધાની સાથે રમતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ચાહકો પંત પાસેથી લાંબી ઇનિંગ્સની અપેક્ષા રાખશે.


