Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ind Vs Aus: ગાબા ટેસ્ટ પહેલા KL Rahul આ ટીમમાં જોડાયો

ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરે ગાબા રમાશે રાહુલનો કર્ણાટકની ટીમમાં સમાવેશ આ ખેલાડીને તક મળી નથી   Ind Vs Aus: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી (Ind Vs Aus)મેચ 14 ડિસેમ્બરથી ગાબા, બ્રિસ્બેન ખાતે રમાશે. હાલમાં બંને ટીમ સિરીઝમાં 1-1થી બરાબરી...
ind vs aus  ગાબા ટેસ્ટ પહેલા kl rahul આ ટીમમાં જોડાયો
Advertisement
  • ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરે ગાબા રમાશે
  • રાહુલનો કર્ણાટકની ટીમમાં સમાવેશ
  • આ ખેલાડીને તક મળી નથી

Ind Vs Aus: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી (Ind Vs Aus)મેચ 14 ડિસેમ્બરથી ગાબા, બ્રિસ્બેન ખાતે રમાશે. હાલમાં બંને ટીમ સિરીઝમાં 1-1થી બરાબરી પર છે. છેલ્લી મેચની હારને ભૂલીને ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને ગાબા ટેસ્ટમાં હરાવી શ્રેણીમાં 2-1થી લીડ લેવા ઈચ્છશે. કેએલ રાહુલ (KL Rahul)આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો છે, જો કે પહેલા તેની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ રાહુલનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે. સિરીઝની પ્રથમ બે મેચમાં રાહુલ ઓપનિંગમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. દરમિયાન રાહુલની વિજય હજારે ટ્રોફી માટે કર્ણાટકની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

Advertisement

Advertisement

રાહુલનો કર્ણાટકની ટીમમાં સમાવેશ

મંગળવારે કર્ણાટક તેની 32 સભ્યોની સંભવિત ટીમ બહાર પાડી. સ્પોર્ટ્સસ્ટાર દ્વારા શેર કરવામાં આવેલી આ યાદીમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ સાથે રહેલા કેએલ રાહુલનું નામ પણ સામેલ છે. તેની સાથે કર્ણાટકની ટીમમાં પ્રસિદ્ધ કૃષ્ણ અને દેવદત્ત પડિકલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણ ભારત માટે શ્રેણીની મેચોમાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે, દેવદત્ત પડિકલ શુભમન ગિલની ગેરહાજરીમાં પર્થમાં વિજયી ભારતીય ટીમનો ભાગ હતો.

આ પણ  વાંચો -ICC Banned :ICC એ આ ક્રિકેટ લીગ પર મૂક્યો પ્રતિબંધ, વાંચો અહેવાલ

આ ખેલાડીને તક મળી નથી

કર્માટક ટીમની ટીમ જાહેર થયા બાદ ચાહકોને થોડું આશ્ચર્ય થયું છે કારણ કે સૌથી વૃદ્ધ ખેલાડીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. હા, અમે વાત કરી રહ્યા છીએ મનીષ પાંડેની. પાંડે કર્ણાટક ટીમનું મોટું નામ છે, જે 2007થી કર્ણાટક માટે યોગદાન આપી રહ્યો છે. પરંતુ આ વખતે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી.

આ પણ  વાંચો -RCB New Captain:આ ખેલાડી બનશે RCB નવી કેપ્ટન? ફ્રેન્ચાઈઝીએ શેર કરી તસવીર

કર્ણાટકની ટીમની સંપૂર્ણ ટુકડી નીચે મુજબ છે

કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, પ્રસિદ્ધ ક્રિષ્ના, દેવદત્ત પડિકલ, એલઆર ચેતન, મેકનીલ નોરોન્હા, શ્રેયસ ગોપાલ, કેએલ સૃજીત, અભિનવ મનોહર, મનોજ ભંડાગે, હાર્દિક રાજ, વી. કૌશિક, વિદ્યાધર પાટીલ, શુભાંગ હેગડે, અભિલાષ શેટ્ટી, મોહસીન ખાન, આર. સ્મરણ, લવનીથ સિસોદિયા, વી. વૈશાખ, મનવંત કુમાર, યશોવર્ધન પરંતપ, પ્રવીણ દુબે, એમ. વેંકટેશ, નિકિન. જોસ, કે.વી. અનીશ, કે. શસીકુમાર, પારસ ગુરબક્સ આર્ય, શિખર શેટ્ટી, કિશન બેદારે, હર્ષિલ ધર્માણી, વિદાવથ કાવરપ્પા, ક્રુતિક કૃષ્ણા.

Tags :
Advertisement

.

×