IND vs AUS : ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી, હવે જીત પાક્કી સમજી લ્યો..!
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ
- ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
- પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટોસ જીતે તે ટીમ મેચ જીતી છે
IND vs AUS 1st Test : આજથી ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં સ્થિત ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારત અનો ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે. આ સ્ટેડિયમ ટેસ્ટ મેચોમાં ટોસના મહત્વ માટે જાણીતું છે. અહીંની આંકડાકીય સાબિતી દર્શાવે છે કે જે ટીમ ટોસ જીતી અને પ્રથમ બેટિંગ કરે છે, તે ટીમે હંમેશા વિજય હાંસલ કર્યો છે. ત્યારે આજે મેચ શરૂ થાય તે પહેલા ટોસનો બોસ ટીમ ઈન્ડિયા બની છે.
ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે.
🚨 Toss & Team News from Perth 🚨
Jasprit Bumrah has won the toss & #TeamIndia have elected to bat in the first Test.
Nitish Kumar Reddy & Harshit Rana make their Test debuts 🧢🧢 for India.
A look at our Playing XI 🔽
Live ▶️ https://t.co/gTqS3UPruo#AUSvIND |… pic.twitter.com/HVAgGAn8OZ
— BCCI (@BCCI) November 22, 2024
આજથી શરૂ થશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝ આજથી એટલે કે 22 નવેમ્બર શુક્રવારથી શરૂ થઈ રહી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાવાની છે. IND vs AUS મેચ ભારતીય સમય અનુસાર સવારે 7:50 વાગ્યે શરૂ થશે, જ્યારે બંને કેપ્ટન ટોસ માટે અડધો કલાક પહેલા ફિલ્ડ પર આવી જશે. સામાન્ય રીતે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ મેચના એક દિવસ પહેલા પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે તેણે તેમ કર્યું નથી. ભારત અને ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11 પરનો પડદો ટોસના સમયે જ ઊંચકાશે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી બે ઑસ્ટ્રેલિયા ટૂર પર કાંગારૂઓને હરાવ્યા છે, તેથી ભારતની નજર જીતની હેટ્રિક પર રહેશે. સૌથી મહત્વનું આજની મેચમાં ટોસ કહેવાય છે ત્યારે સવારે ભારત આ પ્રથમ પરીક્ષા પાસ કરે છે તે ખાસ જોવાનું રહેશે.
ટેસ્ટ મેચનો ઇતિહાસ
ઓપ્ટસ સ્ટેડિયમમાં અત્યાર સુધી 4 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં તમામ મેચોમાં ઓસ્ટ્રેલિયા ટોસ જીતી હતી. આ તમામ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવાયો હતો અને ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યું હતું.
- પ્રથમ ટેસ્ટ (2018): ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 146 રનથી વિજય મેળવ્યો હતો, જેમાં નાથન લિયોને 8 વિકેટ લીધી હતી.
- બીજી ટેસ્ટ (2019): ન્યૂઝીલેન્ડ સામે 296 રનથી વિજય હાંસલ કર્યો હતો.
- ત્રીજી ટેસ્ટ (2022): વેસ્ટ ઈન્ડિઝ સામે જીત નોંધાવી.
- ચોથી ટેસ્ટ (2023): પાકિસ્તાન સામે 360 રનથી વિસ્ફોટક વિજય મેળવીને સ્ટેડિયમનો પ્રતિષ્ઠિત રેકોર્ડ જાળવ્યો હતો.
ઓપ્ટસ સ્ટેડિયમની પિચ
ઓપ્ટસ સ્ટેડિયમમાં ડ્રોપ-ઈન પિચ છે, જેની લાક્ષણિકતાઓ ઝડપ અને બાઉન્સ માટે પ્રસિદ્ધ છે. સ્પિનરોની સરખામણીએ અહીં ઝડપી બોલરોને વધારે મદદ મળી શકે છે. આ પિચ પર ઝડપી બોલરોએ 29.71ની સરેરાશથી 102 વિકેટ લઇને પ્રભુત્વ જમાવ્યું છે, જ્યારે સ્પિનરો 33ની એવરેજ સાથે 37 વિકેટ લેવામાં સફળ રહ્યા છે.
આ પણ વાંચો: Ind Vs Aus: પર્થ ટેસ્ટમાં કેવું રહેશે હવામાન, પીચથી કોને થશે ફાયદો?


