ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs ENG 5th Test : રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત

IND vs ENG 5th Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની છેલ્લી મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ. આજે (4 ઓગસ્ટ) આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ ખૂબ જ રોમાંચિત રહ્યો. 
04:26 PM Aug 04, 2025 IST | Hardik Shah
IND vs ENG 5th Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની છેલ્લી મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ. આજે (4 ઓગસ્ટ) આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ ખૂબ જ રોમાંચિત રહ્યો. 
Team India won 5th match against England

IND vs ENG 5th Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 (Anderson-Tendulkar Trophy 2025) ની છેલ્લી મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ. આજે (4 ઓગસ્ટ) આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ ખૂબ જ રોમાંચિત રહ્યો. શ્રેણીની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત (Team India Won) મેળવી છે.

ઓવલ ટેસ્ટમાં ભારતનો રોમાંચક વિજય : શ્રેણી ડ્રોમાં પૂર્ણ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ ઓવલ ખાતે રમાયેલી, જે રોમાંચથી ભરપૂર રહી. ટીમ ઇન્ડિયાએ ફરી એકવાર પોતાનો દબદબો દર્શાવતા ઈંગ્લેન્ડની ટીમને જીતની નજીક પહોંચીને પણ હારનો સ્વાદ ચખાડ્યો. ઓવલ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ (fifth and final Test played) માં ભારતે 6 રનથી જીત મેળવી લીધી છે. ભારતે 374 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં, અંગ્રેજી ટીમ 367 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટીમ ઈન્ડિયાની શાનદાર જીત (Team India Won) ખાસ કરીને શુભમન ગિલ માટે કોઇ ચમત્કારથી ઓછો નથી. વરસાદે આ મેચમાં નિર્ણાયક ભૂમિકા ભજવી, જે ભારત માટે આશીર્વાદરૂપ સાબિત થયો. પાંચમા દિવસે ભારતીય બોલરોએ તાજગીભર્યા દેખાવ સાથે ઈંગ્લેન્ડની ટીમ પર પ્રભુત્વ જમાવીને વિજય છીનવી લીધો.

ભારતનો લક્ષ્યાંક અને ઈંગ્લેન્ડની મજબૂત શરૂઆત

ભારતે પોતાની બીજી ઇનિંગમાં 396 રનનો મજબૂત સ્કોર ઉભો કરી ઈંગ્લેન્ડ સામે 374 રનનો પડકારજનક લક્ષ્યાંક રાખ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે આ લક્ષ્યનો પીછો કરવા માટે આક્રમક શરૂઆત કરી. ચોથા દિવસે હેરી બ્રુક અને જો રૂટે શાનદાર બેટિંગ કરી. બંનેએ સદી ફટકારી અને ભારતીય બોલરોને દબાણ હેઠળ લાવી દીધા. ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, પરંતુ સદનસીબે તેમની આ આશાઓ પર પાણી ફરી વળ્યું.

વરસાદે બદલી રમતની દિશા

જો રૂટ અને હેરી બ્રુકના આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની ટીમ થોડી પરેશાન થઇ હતી. આ સમયે ઈંગ્લેન્ડ જીતથી માત્ર 35 રન દૂર હતી, અને જેમી સ્મિથ ભારતીય બોલરો કે જેઓ ખૂબ થાકી ગયા હતા ત્યારે તેમની લાઇન-અપનો ફાયદો ઉઠાવવા તૈયાર હતો. પરંતુ ઓવલ ખાતે ભારે વરસાદે રમતને અટકાવી દીધી, અને મેચ પાંચમા દિવસ સુધી ખેંચાઈ. આ વરસાદે ભારતીય ટીમને નવી ઉર્જા આપી, જ્યારે ઈંગ્લેન્ડની ગતિ ધીમી પડી.

ભારતીય બોલરોનો જલવો

પાંચમા દિવસે ભારતીય બોલરો નવા જોમ સાથે મેદાનમાં ઉતર્યા. મોહમ્મદ સિરાજે જેમી સ્મિથને પેવેલિયનનો રસ્તો બતાવીને ઈંગ્લેન્ડની આશાઓને તગડો ફટકો આપ્યો. આ પછી જીમી ઓવરટન પણ ટૂંક સમયમાં આઉટ થયો, જેનાથી ઈંગ્લેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ.

એટકિન્સનની લડત અને નાટકીય અંત

મેચના અંતિમ તબક્કામાં ઈંગ્લેન્ડની છેલ્લી વિકેટ પર ક્રિસ વોક્સ ફ્રેક્ચર હોવા છતાં બેટિંગ માટે ઉતર્યો. બીજી બાજુ ગુસ એટકિન્સને શાનદાર શોટ્સ રમીને દર્શકોના શ્વાસ અટકાવી દીધા. એક બોલ આકાશ દીપના હાથમાંથી સરકીને બાઉન્ડ્રી પર ગયો, અને એક સિક્સરે ઈંગ્લેન્ડને જીતથી માત્ર 11 રન દૂર લાવી દીધા. એટકિન્સને સિંગલ અને ડબલ લઈને લક્ષ્યને 7 રન સુધી ખેંચી લીધું. પરંતુ અંતે મોહમ્મદ સિરાજે એક શાનદાર યોર્કર ફેંકીને એટકિન્સનને બોલ્ડ આઉટ કરી દીધો, અને ભારતે આ રોમાંચક મેચ 6 રનથી જીતી લીધી.

આ પણ વાંચો :   IND vs ENG 5th Test : ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા જો હારશે તો ગુનેગાર કોણ?

Tags :
Anderson-Tendulkar Trophy 2025IND vs Eng 5th TestOval TestTeam IndiaTeam India won match
Next Article