Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rohit Sharma: ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ શકે છે રોહિત! કારણ શું?

ટીમ ઈન્ડિયા 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમાશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બદલાઈ શકે નેટમાં બેટિંગ પ્રેક્ટિસમાં બહાર જોવા મળ્યો Rohit Sharma:ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ (IND vs NZ)સામે રમવાની છે.ગ્રુપ સ્ટેજમાં આ તેની છેલ્લી...
rohit sharma  ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ શકે છે રોહિત  કારણ શું
Advertisement
  • ટીમ ઈન્ડિયા 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમાશે
  • ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બદલાઈ શકે
  • નેટમાં બેટિંગ પ્રેક્ટિસમાં બહાર જોવા મળ્યો

Rohit Sharma:ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ (IND vs NZ)સામે રમવાની છે.ગ્રુપ સ્ટેજમાં આ તેની છેલ્લી મેચ હશે.જોકે કિવી ટીમ સામેની તે મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બદલાઈ શકે છે.રોહિત શર્મા બહાર(Rohit Sharma) થઈ શકે છે.ખરેખર મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્મા અનફિટ છે.અને તે યોગ્ય રીતે હલનચલન પણ કરી શકતો નથી.એટલું જ નહીં તેણે નેટમાં બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન થ્રો ડાઉન લેવાનો પણ ઇનકાર કર્યો હતો.આ બધી બાબતોને જોતાં એવો ભય છે કે તે ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચમાંથી બહાર થઈ શકે છે અને તેના સ્થાને કોઈ બીજું ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી શકે છે.

રોહિતને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે

પાકિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિત શર્મા ઘાયલ થયો હતો.તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી.પરંતુ તે મેચ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાંરોહિત શર્માએ તેની ઈજા અંગે અપડેટ આપ્યું કે તે સંપૂર્ણપણે ઠીક છે.જોકે, જ્યારે ટીમ ઈન્ડિયા 26 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા પોતાના પહેલા પ્રેક્ટિસ સેશન માટે ગઈત્યારે મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમને નેટમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.

Advertisement

આ પણ  વાંચો -AFG vs ENG મેચમાં ચાહક મેદાનમાં ઘૂસ્યો, PCB ની સુરક્ષા વ્યવસ્થા પર ફરી ઉઠ્યા સવાલ

Advertisement

થ્રો ડાઉન નેટ્સ પર લેવામાં આવ્યું ન હતું : રિપોર્ટ

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, રોહિત શર્મા કોઈપણ મુશ્કેલ શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લેતા જોવા મળ્યા ન હતા.તેણે સમગ્ર પ્રેક્ટિસ સત્ર દરમિયાન નેટમાં થ્રો ડાઉન પણ રમ્યા નહીં.રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જોકે રોહિત શર્મા પ્રેક્ટિસ સેશનમાં સંપૂર્ણપણે સક્રિય દેખાતા નહોતા.પરંતુ તે ચોક્કસપણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને અન્ય સપોર્ટ સ્ટાફ સાથે ટીમ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓમાં સામેલ જોવા મળ્યો હતો.

આ પણ  વાંચો -ગ્રુપ Bનું ચિત્ર ધૂંધળું બન્યું! ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા કે અફઘાનિસ્તાન, સેમિફાઇનલમાં કોણ?

ફક્ત કેપ્ટન જ નહીં, ઓપનિંગ જોડી પણ બદલાશે!

જો રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે સ્વસ્થ નહીં થાય.તો તેની ગેરહાજરી માત્ર ટીમ ઈન્ડિયાના કેપ્ટનને જ નહીં પરંતુ ટીમની ઓપનિંગ જોડીને પણ બદલી નાખશે. શક્ય છે કે જો રોહિત આઉટ થાય તો કેએલ રાહુલ તેની જગ્યાએ ઓપનિંગ કરી શકે.

આ પણ  વાંચો -Ibrahim Zadran ની ઐતિહાસિક સદી,વિરાટ કોહલીને છોડ્યો પાછળ

શમી અને ગિલ પર પણ સસ્પેન્સ છે

26 ફેબ્રુઆરીએ, જ્યારે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે પ્રથમ પ્રેક્ટિસ માટે આવી ત્યારે ટીમનો ઉપ-કપ્તાન પણ મેદાન પર જોવા મળ્યો ન હતો. તે ટીમ સાથે પ્રેક્ટિસ કરવા પણ આવ્યો ન હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસારગિલની (Shubman Gill)તબિયત સારી નથી.જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શમીના રમવા અંગે સસ્પેન્સ છે.

Tags :
Advertisement

.

×