Asia Cup માં ભારતે પાકિસ્તાનને 56% મેચમાં આપી માત : છેલ્લા 10 વર્ષમાં PAKને માત્ર 1 મેચમાં જીત
- 14 સપ્ટેમ્બરે Asia Cup માં ભારત vs પાકિસ્તાન: ભારતની 56% જીતનો રેકોર્ડ, ફાઇનલમાં ક્યારેય નથી ભીડ્યા
- Asia Cup હેડ-ટુ-હેડ : ભારતે પાકિસ્તાનને 10-6થી આપી માત, T20માં 2-1નું વર્ચસ્વ
- ભારત-પાક Asia Cup ઇતિહાસ : વિરાટ કોહલીના 476 રન, ભારતની 8 ટાઇટલ્સ સાથે વર્ચસ્વ
- Asia Cup 2025: ભારત vs પાકિસ્તાનની મહા-લડત, 56% જીત સાથે ભારત આગળ, પરંતુ ફાઇનલમાં કોઈ ભેટ
દુબઈ : એશિયા કપ 2025માં (Asia Cup 2025) ભારત અને પાકિસ્તાન વચ્ચેની મહત્વની ગ્રુપ સ્ટેજની મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. ટીમ ઇન્ડિયાએ યુએઈ વિરુદ્ધ 9 વિકેટથી મોટી જીત મેળવીને તેના અભિયાનની શરૂઆત કરી છે, જ્યારે પાકિસ્તાન આજે (12 સપ્ટેમ્બર) ઓમાન વિરુદ્ધ તેનું પ્રથમ મેચ રમશે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં બંને ટીમો વચ્ચે 18 મેચ રમાઈ છે, જેમાં 10માં ભારત અને 6માં પાકિસ્તાનને જીત મળી છે. જોકે, છેલ્લા 10 વર્ષમાં આ રોમાંચક સિરીઝ એકતરફી બની ગઈ છે, જ્યાં પાકિસ્તાનને 7 મેચમાંથી માત્ર 1 જીત મળી છે. એશિયા કપ 1984થી રમાય છે, જેમાં ભારતે 8 અને પાકિસ્તાને 2 ટાઇટલ જીત્યા છે, પરંતુ બંને ક્યારેય ફાઇનલમાં એકબીજા સામે ક્યારેય ટકરાયા નથી.
Asia Cup માં ભારતે પાકિસ્તાનને 56% મેચમાં હરાવ્યું
1984માં પ્રથમ વખત એશિયા કપ શારજાહમાં મેચ રમાઈ હતી, જેમાં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા ભાગ લીધો હતો. ભારતે પાકિસ્તાનને 54 રનથી હરાવીને રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં જીત મેળવી અને ટાઇટલ પણ જીત્યો હતો. તે સમયે શ્રીલંકા રનર-અપ અને પાકિસ્તાન ત્રીજા ક્રમે રહ્યું હતુ. 1984થી વનડે અને T20 એશિયા કપમાં બંને વચ્ચે 18 મેચ રમાઈ જેમાં 56% (એટલે કે 10)માં ભારતને જીત મળી, જ્યારે 6માં પાકિસ્તાન વિજેતા રહ્યું છે. 1997 અને 2023માં 1-1 મેચ નો (ડ્રો) રિઝલ્ટ રહી હતી.
આ પણ વાંચો- India vs Pakistan વચ્ચેની એશિયા કપની મેચ પર સંકટ: સુપ્રીમ કોર્ટમાં અરજી, રદ થશે મેચ?
વનડે Asia Cup માં ભારતની 53% જીત
એશિયા કપ 14 વખત વનડે અને 2 વખત T20 ફોર્મેટમાં રમાયો હતો. વનડેમાં બંને વચ્ચે 15 મેચ રમાઈ જેમાં 8માં ભારત અને 5માં પાકિસ્તાનને જીત મળી, જ્યારે 2 મેચ નો-રિઝલ્ટ રહી છે. એટલે કે ભારતે 53% વનડે મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે.
T20 એશિયા કપમાં 2016માં મીરપુરમાં પ્રથમ વખત ભીડ્યા જ્યાં ભારતે 5 વિકેટથી જીત મેળવી. 2022માં દુબઈમાં 2 T20 મેચ રમાઈ હતી, જેમાં પ્રથમમાં ભારત અને બીજીમાં પાકિસ્તાને 5 વિકેટથી જીતી હતી. છેલ્લા 10 વર્ષમાં આ પાકિસ્તાનની ભારત વિરુદ્ધ એકમાત્ર જીત છે. T20માં ભારતે 5 મેચ જીતી છે.
પાકિસ્તાન વિરુદ્ધ વિરાટ કોહલી ટોપ સ્કોરર
ભારત તરફ વિરાટ કોહલી એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ટોપ રન-સ્કોરર છે, જેમણે 8 મેચમાં 68ની એવરેજથી 476 રન બનાવ્યા, જેમાં 2 શતક અને 1 અર્ધશતક છે. 2023 એશિયા કપમાં તેમણે શતક ફટકાર્યું હતું અને 2012માં 183 રનની ઇનિંગ્સથી ભારતને જીત અપાવી હતી. ઓવરઓલ ટોપમાં રોહિત શર્માએ 474 રન બનાવ્યા પરંતુ બંને T20 રિટાયરમેન્ટને કારણે આ ટુર્નામેન્ટમાં નથી. વર્તમાન સ્ક્વોડમાં હાર્દિક પંડ્યાએ 33 અને સૂર્યકુમાર યાદવે 31 રન બનાવ્યા છે, જેથી યુવા બેટિંગ લાઇન-અપ સામે પડકાર છે.
આ પણ વાંચો- ઉત્તરાખંડ હાઇર્કોટે BCCI ને આ મામલે ફટકારી નોટિસ
પાકિસ્તાન વિરુદ્ધ ભુવનેશ્વર કુમાર ટોપ બોલર
એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ટોપ વિકેટ-ટેકર ભુવનેશ્વર કુમાર છે, જેમણે 5 મેચમાં 10 વિકેટ લીધી પરંતુ તેઓ સ્ક્વોડમાં નથી. તેમના પછી કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ 8-8 વિકેટ લીધી. T20માં હાર્દિકે 7 અને અર્શદીપ સિંઘે 3 વિકેટ લીધી હતી.
ભારત વિરુદ્ધ શોએબ મલિક ટોપ સ્કોરર
એશિયા કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન તરફ માત્ર એક બેટ્સમેન શોએબ મલિકે 400+ રન બનાવ્યા, જેમણે 6 મેચમાં 432 રન બનાવ્યા હતા. યુનુસ ખાન 238 રન સાથે બીજા નંબરે છે. વર્તમાન સ્ક્વોડમાં ફખર જમાને 6 મેચમાં 83 રન બનાવ્યા છે. T20માં મોહમ્મદ રિઝવાન 114 રન સાથે ટોપ છે, પરંતુ તેઓ ટીમમાં નથી. મોહમ્મદ નવાઝે 2 મેચમાં 43 રન બનાવ્યા હતા, જેમાં 2022માં 42 રનની ઇનિંગ્સથી પાકિસ્તાનને જીત અપાવી હતી.
ભારત વિરુદ્ધ સૈયદ અજમલ ટોપ બોલર
એશિયા કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનના ટોપ બોલર સ્પિનર સૈયદ અજમલ છે, જેમણે 4 મેચમાં 8 વિકેટ લીધી છે. તેમના પછી નાસિમ શાહ 6 અને શાહીન શાહ આફરીદી 5 વિકેટ સાથે બીજા અને ત્રીજા નંબરે છે. નાસિમ સ્ક્વોડમાં નથી, પરંતુ શાહીન અને હારિસ રૌફ 14 સપ્ટેમ્બરે રમી શકે છે. T20માં મોહમ્મદ નવાઝ 4 વિકેટ સાથે ટોપ છે.
Asia Cup ફાઇનલમાં ક્યારેય નથી ટકરાયા
એશિયા કપનું 17મું એડિશન યુએઈમાં રમાઈ રહ્યું છે. 16 એડિશનમાં ભારત અને પાકિસ્તાને 1-1 વખત બોયકોટ કર્યો. 15માંથી 8 વખત ભારત વિજેતા રહ્યું અને 3 વખત રનર-અપ એટલે કે માત્ર 4 વખત ફાઇનલમાંથી બહાર રહ્યું છે. પાકિસ્તાને 15 એડિશનમાં 2 વખત ટાઇટલ જીતી શક્યું (2000માં શ્રીલંકા અને 2012માં બાંગ્લાદેશ વિરુદ્ધ), અને 2022, 2014, 1986માં રનર-અપ રહ્યું, પરંતુ ક્યારેય ભારત સામે ફાઇનલમાં નથી આવ્યું. 48 વર્ષ જૂના ટુર્નામેન્ટમાં આ વખતે 8 ટીમો છે. તો શું આ વખતે બંને ચિર-પ્રતિદ્વંદી ટીમો ફાઇનલ સુધી પહોંચશે કે નહીં? તે પ્રશ્નના જવાબ માટે જોવી પડશે થોડી રાહ..
આ પણ વાંચો-'મારે દરેકને ખુશ કરવાની જરૂર નથી', Sania Mirza નો બેબાક અંદાજ


